કોરોના એ સમગ્ર રાજ્ય ને પોતાના અજગરી ભરડા માં લીધું છે ત્યારે કોરોના ની સ્થિતિમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માં સંક્રમણ નો ભય ઉભો થયો છે તેવીજ એક ઘટના માં ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના કોરોના થી મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતાગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. જેમાંથી 197 કેસ તો ખાલી એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીઓના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162એ પહોંચ્યો છે. તેમજ નવા 81 દર્દી સાથે કુલ 394દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે.આમ હાલ કોરોના નો પ્રભાવ યથાવત છે ત્યારે વહીવટી તંત્ર એ કોરોના સામે લડતા વોરિયર માં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આ નિર્ણય લીધો છે.
