હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ધંધા બંધ છે બધેજ શૂન્ય થઈ ગયું છે અને ઇકોનીમી ખોરવાઈ ગઈ છે ત્યારે હવે શું થશે તે પ્રશ્ન ઉભો થયો છે.
લોકડાઉન હઠયા પછી અર્થતંત્રને પાટા ઉપર ચડાવવા માટે દરેક દેશ,રાજ્ય કે પ્રદેશ એક બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરે છે અને એજ કામ પંજાબ સરકારે ચાલુ કરી દીધું છે અને આ માટે જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ પીએમ ડૉ મનમોહન સિંહ ની સલાહ હેઠળ પંજાબ સરકાર પોતાની રીતે પગલાં ભરનાર છે પંજાબ ના મુખ્યમંત્રી અમરરીનદર સિંહે આ માટે એક સમિતિ બનાવી છે જેમાં અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા મહાનુભવો અને અધિકારીઓ, ઉદ્યોગકારો વગેરે નો સમાવેશ કરાયો છે, ડો.મનમોહનસિંહ ને વિનંતિ કરવામાં આવતા તેઓ પોતાના અમૂલ્ય યોગદાન માટે રેડી છે અને પંજાબ સરકારે ગાડી પાટા ઉપર લાવવા અત્યાર થીજ તૈયારીઓ કરી લીધી છે.
અત્રે નોંધનીય છેકે 2008-9 માં ભારત માં મંદી નો દૌર હતો જેમાં તેઓએ આર્થીકનીતિઓ ઘડી હતી અને દેશને બહાર કાઢ્યો હતો,ડો.મનમોહન સિંહ વિશ્વબેંક સહિત વૈશ્વિક સંસ્થાઓ માં કામ કરી ચુક્યા હોઈ તેઓ પાસે બહોળો અનુભવ છે જેનો લાભ પંજાબ સરકાર લેવા માંગે છે.
