અમદાવાદ માં કોરોના નું જોર વધ્યું છે અને હવે સરકારી કચેરીમાં માં પણ કોરોના ની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે શહેરના ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ફરી એકવાર ડિપાર્ટમેન્ટ બંધ કરવાની નોબત આવી હતી. લૉકડાઉન ના કારણે આમેય અગાઉ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બંધ હતું પણજ્યારથી સરકારે છૂટ આપી ત્યારથી 33 ટકા સ્ટાફ સાથે અમદાવાદ નાઆશ્રમ રોડ સ્થિત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કાર્યરત થયું હતું, ડિપાર્ટમેન્ટમાં ફ્યુમિગેશન પણ કરવામાં આવ્યું હતું.
કોરોનાગ્રસ્ત કર્મચારી કમ્પ્યુટર તેમજ સર્વર ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. છેલ્લા પાંચ-સાત દિવસથી તેઓ આવતા નહોતા, રિપોર્ટ આવતા તેમને એવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મંગળવારે ફ્યુમિગેશન કરવા માટે બંધ કરવું પડ્યું હતું. આ કર્મચારી ડિપાર્ટમેન્ટના કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.
કોર્પોરેશનની ટીમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની તપાસ અને તેમનો ડેટા મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. કર્મચારીઓની ટેમ્પરેચર ગન અને તેમની હેલ્થ હિસ્ટ્રી પણ લેવામાં આવશે.આમ ફરી એકવાર લોકડાઉન સુધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ને બંધ કરવાની ફરજ પડી હતી.
