કોરોના વાયરસ ને લઈ એક મોટું નિવેદન બહાર આવી રહ્યું છે તેમાં ચાઈના એ કહ્યું છે કે કોરોના વાયરસ ની અસરો લાંબા સમય સુધી રહેશે જે ખતમ નહિ થાય આ અંગે ચાઈનિઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસનાં પૈથોજન બાયોલોજીનાં ડિરેક્ટર ડિન ક્યૂઈએ જણાવ્યું કે, કોરોના માણસની સાથે લાંબા સમય સુધી રહેશે અને ઋતુ અને શરીરનાં ફેરબદલની સાથે તે પણ બદલાતો રહેશે તે સહેલાઇ થી ખતમ નહિ થાય. વિશ્વભરનાં અન્ય સંશોધનકર્તાઓ અને સરકાર પણ એ વાત પર સહમત થઈ રહી છે કે લોકડાઉન હોવા છતાં આ વાઇરસ ખતમ થવાનું નામ નથી લેતો.
હાલ લોકડાઉનને કારણે દુનિયા ની અર્થવ્યવસ્થા થંભી ગઈ છે. અમેરિકાનાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ અલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝનાં નિર્દેશક એન્થની ફાઉચીએ ગત મહિને કહ્યું હતું કે કોરોના એક ઋતુ આધારીત બીમારી બની શકે છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણી ગોળાર્ધનાં દેશોમાં કેસ વધી રહ્યાં છે કેમકે ત્યાં ઠંડીની ઋતુ ચાલી રહી છે. જે અંગે અગાઉ એવું કહેવાયું હતું કે ઉત્તરી ગોળાર્ધનાં દેશોમાં તાપમાન વધવાની સાથે વાઇરસનો પ્રસાર ધીમો પડશે પરંતુ ચાઈના ના આ નવા નિવેદન થી આ બધી અટકળો નો કોઈ મતલબ જણાતો નથી ચાઈના માંથી પરસરેલા આ વાયરસ અંગે ચાઈના ને જેટલી ખબર હોય તે અન્ય દેશ ને ન હોઈ શકે તેવું જાણકારો નું કહેવું છે જો આ વાયરસ લાંબો સમય રહેશે તો વિશ્વ ની કમર ભાંગી જશે અને મોટાપાયે જાનહાની થતી રહેશે તે પહેલા નો કોઇ વેકસીન આવી જાય તો તેનો ઉકેલ આવી શકે તેમ છે.
