કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા અમદાવાદ શહેરને બે ભાગમાં વહેચીં દેવામાં આવ્યો છે. જેમાં 6 વોર્ડ રેડ ઝોનમાં અને 42 વોર્ડને ઓરેંજ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જો કે શહેરના એક પણ વોર્ડને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યો નથી.
અમદાવાદ શહેરમાં કુલ 2500થી વધારે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાએ શહેરના 7 ઝોનમાં પોતાનો પગ પસેરો કર્યો છે. આ 7 ઝોનમાં કુલ 48 વોર્ડ હોય છે. જેમાંથી 2 ઝોનમાં જ 1455 લોકોને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના 6 વોર્ડમાં દર્દીઓની સંખ્યા સૌથી વધારે જોવા મળતા તેને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.
મધ્ય ઝોનમાં જમાલપુર-ખાડિયા, દરિયાપુર,શાહપુર અને દક્ષિણ ઝોનના દાણિલીમડા અને બહેરામપુરા વોર્ડને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.. જયારે શહેરના 42 વોર્ડમાં ઓછા કોરોના વાયરસના દર્દીઓ હોવાથી તેને ઓરેંજ ઝોનમાં રાખવામાં આવ્યો છે. અમદાવાદ નગર નિગમ દ્વારા એક નક્શો પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એક પણ ઝોનને ગ્રીન ઝોનમાં સામેલ કરવામાં આવ્યો નથી.