વોશિંગ્ટન. કોરોના ને સમગ્ર વિશ્વ માં તારાજી સર્જી છે ત્યારે આ વાયરસ માટે જવાબદાર મનાતા ચાઈના પોતાના લેબ નો વાયરસ નહીં હોવાનું ધરાર ઇન્કાર કરી રહ્યું છે જોકે દુનિયા ના અગ્રીમ દેશો નું માનવું છે કે કોરોના ના ફેલાવા માટે ચાઈના જ જવાબદાર છે અને તેણે નુકશાની નું વળતર આપવું જ પડશે અને તે માટે ની ઉઘરાણીઓ પણ શરુ થઇ ગઈ છે ,અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા કોરોનાથી થયેલા નુકસાન માટે ચીનને 162 બિલિયન ડોલર કરતા પણ વધારે બિલ મોકલશે આ અગાઉ જર્મની એ પણ કોરોના વાઈરસથી થયેલા નુકસાનના બદલે ચીન પર લગભગ 162 બિલિયન ડોલર(લગભગ 12 લાખ કરોડ રૂપિયા) વળતરની વાત કરી છે.ડેલી મેલના રિપોર્ટ ના હવાલે થી મળતી માહિતી મુજબ ટ્રમ્પનું માનવું છે કે ચીન કોરોના વાઈરસ ને અટકાવી શકતું હતું. પરંતુ તેણે જાણી જોઈને આખા વિશ્વમાં આ વાયરસ ફેલાય તે માટે વાત છુપાવી રાખી અને હવાઈ ઉદયયનો ચાલુ રાખ્યા ,સોમવારે જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે શું તે જર્મની ની જેમ ચીનને બિલ મોકલવા અંગે વિચારી રહ્યા છે, તેમણે કહ્યું કે, ‘જર્મની આ અંગે હજુ વિચારી રહ્યું છે, પણ અમે તો જર્મની કરતા વધારે રકમ વસૂલવા નક્કી કરી લીધું છે ટ્રમ્પે એવું પણ કહ્યું કે, ચીનને કેટલા ડોલરનું બિલ મોકલીશું એ માટે હજુ કોઈ રકમ નક્કી નથી થઈ પણ રકમ મોટી જ હશે. અમેરિકા કોરોના વાઈરસ અંગે ચીનના એક્શનની પણ તપાસ કરી રહ્યું છે. આ વાઈરસને પહેલા ચીનમાં જ અટકાવી શકાતો હતો. કોરોના વાઈરસને કારણે દુનિયાના ઘણા દેશોની ઈકોનોમી પર ખરાબ અસર પડી છે. તેથી ડ્રેગન ને પાઠ ભણાવવા ધીરેધીરે વ્યૂહ રચના ગોઠવાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.
