કોરોના વાયરસે દુનિયાભર માં હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકા સહિત ના કેટલાય દેશો ચાઈના થી નારાજ છે એક રૂસ અને પાકિસ્તાન જેવા દેશો સિવાય ચાઈના ને કોઈ નો સહકાર મળે તેવું લાગતું નથી ત્યારે હવે ચાઈના દુનિયા માં એકલું પડી જાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે અને અમેરિકા પોતાના દેશ માં થયેલી ખુવારી માટે ચાઈના ને જવાબદાર ગણાવી રહ્યું છે અને આવા અનેક નિવેદનો ટ્રમ્પ કરી રહ્યા છે પરિણામે ચીન અને અમેરિકા વચ્ચે ટેન્શન ઉભું થયું છે અને જો ટ્રમ્પ ચૂંટણી માં જીતી જશે તો ચાઈના ને બોધપાઠ આપશે તેમ મનાઈ રહ્યું છે તેનું નાનકડું ઉદાહરણ સમુદ્રી માર્ગે જોવા મળ્યું હતું આ અંગે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું છે કે અમેરિકાના યુદ્ધજહાજને સાઉથ ચાઇના સમુદ્રમાં ઘુસી આવ્યા હતા જેને ભગાડી દીઘા છે. ચીને કહ્યું છે કે મંગળવારે તેમના ફાઇટર પ્લેન મોકલનીને તેના કબજાવાળા દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના યુદ્ધજહાજને ખદેડ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું છે કે અમેરિકાના યુદ્ધજહાજની ઘુસણખોરી બાદ તેને ટ્રેક, મોનિટર, વેરિફાય અને આઇડેન્ટીફાય કરીને ભગાડી દીધું હતું. પીએલએનો દાવો છે કે યુદ્ધજહાજ મંજૂરી વિના સીમાની અંદર પ્રવેશ્યું હતું. આર્મીના દક્ષિણ કમાન્ડના પ્રવક્તાએ અમેરિકાની સેનાને સલાહ આપતા કહ્યું કે ક્ષેત્રિય શાંતિ અને સુરક્ષાને અસ્થિર કરવાની જગ્યાએ અમેરિકાને તેના દેશમાં કોરોના સામે લડવાના ઉપાયો પર ધ્યાન આપવું જોઇએ.જોકે અમેરિકા તરફથી આ બાબતે કોઇ નિવેદન આવ્યું નથી. દક્ષિણ ચીન સમુદ્રમાં ઘણા સ્થાનો પર ચીને કબજો જમાવ્યો છે. ત્યારે હવે કોરોના ને લઇ જંગ ના મંડાણ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને તેની શરૂઆત થઈ ચુકી છે આમ કોરોના વાયરસ ને પોતાની લેબ માંથી બેજવાદારી પૂર્વક લીકેજ કરનાર ચાઈના ની ભૂલ વિશ્વ ને ભારે પડી રહી છે જે હવે ચાઈના માટે ખતરનાક હશે અને જો વિશ્વના દેશો એક થયા તો ચાઈના ને બરબાદ થતા કોઈ રોકી નહીં શકે.
