ચારેતરફ કોરોના ની હાડમારી છે અને હાલ દેશ લોકડાઉન ની સ્થિતિ માં છે ત્યારે આ દિવસો માં આજે ગુજરાતનો આજે 60મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને કોરોના માં સોશિયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવા અંગે સંકલ્પ કરવા જાહેર અપીલ કરવા સાથે રાજ્યના નાગરિકો ને ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે 1956માં શરૂ થયેલું મહાગુજરાત આંદોલન 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે પૂર્ણ થયુ હતું અને ગુજરાત, મહારાષ્ટ્ર અલગ પડ્યા હતા.
ભૂતકાળ માં એટલે કે 1956માં અમદાવાદ ના લાલદરવાજા પાસેના તત્કાલીન કોંગ્રેસભવન પાસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર શરુ થયો હતો અને આ આંદોલન લોહીયાળ બન્યું હતું આ ઘટનામાં શહીદ થયેલા યુવાનોની યાદીમાં શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.
આ શહીદોની ખાંભી બનાવવા માટે 1958માં 226 દિવસ લાંબો ‘ખાંભી સત્યાગ્રહ’ ચાલ્યો હતો.જે ઘટના ખુબજ મહત્વ પૂર્ણ રહી છે અને આજની પેઢી તે અંગે જાણે તે જરૂરી છે આ શહીદો ને શ્રદ્ધાંજલિ સાથે ગુજરાત ના સ્થાપના દિન ને યાદ કરાય છે તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યના તમામ નાગરિકોને ગુજરાત સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવી હતી.
