ગાંધીનગર –ગુજરાતના નાના શહેરોની પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને રાજ્યના મુખ્યમંત્રીએ જવાબદારીઓ સોંપી છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યની 162 જેટલી પાલિકાઓઓ શું શું કરવાનું તેના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરોમાં આવતા નાગરિકોનું રજીસ્ટર્ડ રાખવા તેમજ નાગરિકો માસ્ક પહેરે તેનું પાલન કરાવવાના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યની તમામ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. તેમણે જે નગરપાલિકાઓ સંક્રમિત કેસો ધરાવતા મહાનગરોની હદને અડીને આવેલી છે ત્યાં બહારના કોઇ વ્યકિત આવીને સંક્રમણ ન ફેલાવી જાય તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. રૂપાણીએ કહ્યું હતું કે નગરમાં અવર-જવર કરતી વ્યકિતઓનું મૂવમેન્ટ રજીસ્ટર નિભાવાય તથા કોઇ પણ નવી વ્યકિત આવે તો તેની પૂરતી ચકાસણી થાય તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા પ્રિવેન્ટીવ કેર તરીકે નગરોમાં વોર્ડ વાઇઝ આયુર્વેદ ઉકાળા વિતરણ ઉપરાંત હોમિયોપેથીની કે અન્ય આયુર્વેદ દવાઓ જે રોગ પ્રતિકારક શકિત વધારવા ઉપયોગી છે તેનું વિતરણ કરવા સૂચના આપી હતી. તેમણે નગરપાલિકાના વોર્ડ દીઠ વૃદ્ધો-વયસ્કો અને ગંભીર બિમારીવાળા વ્યકિતઓની યાદી બનાવવા પણ કહ્યું છે.
રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની હાલની સ્થિતીમાં દરેક નગરપાલિકા નિયમીત સેનિટાઇઝેશન કામગીરી આયોજનબદ્ધ રીતે ઉપાડે તેવો અનુરોધ કરી તેમણે નાના શહેરોમાં માસ્ક ન પહેરનારાઓ, જાહેરમાં થૂંકવા પર, જાહેરમાં કચરો નાંખવા જેવી કાર્યવાહી સામે કડક દંડ વસુલ કરવાના આદેશ પણ કર્યા છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.