અમદાવાદ કોરોના નું હોટસ્પોટ બન્યુ છે અને સ્થિતિ અત્યંત ગંભીર હોવાછતાં સિવિલમાં બેદરકારીના કિસ્સા પ્રકાશ માં આવતા રહે છે ત્યારે બહાર ના પેશન્ટ તો ઠીક પરંતુ જ્યારે સિવલ નો જુનો સ્ટાફ કોરોના માં સંક્રમિત થતા આવા 11 જેટલા સભ્યો ને 7 કલાક સુધી સારવાર તો બાજુ ઉપર રહી પણ પ્રાથમિક દવા અને પલંગ નહિ આપતા તેઓ ની હાલત ખરાબ થઈ ગઇ હતી આ વાત બહાર આવતા મેડિકલ જગત માં હાહાકાર મચી ગયો છે અને આ પ્રકરણમાં જવાબદાર મનાતા ડાયરેકટ ડો. શશાંક પંડ્યા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ ના સામે આવેલા કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. GCRI એ રાજ્ય સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી એમ સયુંકત રીતે ચાલે છે જેમાં હોસ્પિટલ ના ડાયરેક્ટર શશાંક પંડ્યા ના 8 થી 11 જેટલા મેડીકલ સ્ટાફ ને કોરોના પોઝીટીવ આવ્યો હતો નવાઈ ની વાત તો એછે કે આ પેશન્ટ માં એકતો રેસિડન્ટ તબીબ પણ સામેલ છે. આ તમામ કોરોના પોઝીટીવ હોવા છતાં માહિતી છુપાવીને ડો.શશાંક પંડ્યા તમામ ને 7 કલાક રઝડાવ્યા હતા અને દવા કે બેડ પણ આપ્યો ન હતો એટલુંજ નહિ પણ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા મામલો ગંભીર બન્યો હતો અને આ અંગે સત્યડે ની ટીમે પણ એક સભ્ય સાથે વાત કરી હતી જેઓનું આખું પરિવાર ને પણ કોરિન્ટિન કરેલું હતું.
આવા બેજવાબદાર ડાયરેક્ટર શશાંક પડ્યા ને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે.
આ વાત પરથી સાબિત થાય છે કે જે લોકો ખુદ સિવિલ ના તબીબ અને સ્ટાફ ને આ રીતે કોરોના પોઝીટિવ હોવાછતાં જો રઝળવતા હોય તો સામાન્ય વ્યક્તિઓ ની શુ હાલત થતી હશે તે વાત વિચાર માંગી લે તેવી છે.
