કોરોના વાયરસે દેશ ઉપર એટેક કરતાજ લોક ડાઉનની જાહેરાત થાય છે ,સરકાર ના નેતાઓ અચાનક ટીવી માં પ્રગટ થઈ કોઇ ભૂખ્યો ન રહે તેવી બાંહેધરી આપવા માંડ્યા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેવી સંવેદનશીલતા દર્શાવવામાં આવી લોકો ઘરમાં પુરાઈ ગયાં પણ જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી ખાધું પણ પછીતો મધ્યમ વર્ગ પાસે પણ પૈસા ખૂટયા છે તેઓ ની હાલત ખરાબ છે, ત્યાં ગરીબો ની તો વાત જ ક્યાં કરવી બીજી તરફ રાજ્ય સરકારે પણ સ્થિતિ પારખી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી દીધી હતી પણ સરકારી તંત્ર ની છાપ આઝાદી સમય થી આજસુધી ક્યાં સુધરી છે તેમના કઈ ઠેકાણા હોય છે તેવું લોકો કહે છે કોઈપણ સરકાર હોય પણ સરકારી એ સરકારી વચેટિયા ફાવવા ન દે એવું વડીલો માં ચર્ચા સાંભળી કોરોના માં પણ બાળકો હસી પડે છે આખા ગુજરાત ની વાત બાજુ પર રાખો ખાલી સુરત ની જ વાત કરવામાં આવે તો સુરતમાં આ સરકારી જાહેરાતો હાસ્યાસ્પદ પુરવાર થઇ છે અને મોટાભાગ ના લોકો કહે છે કે ભાઈ અમને તો ફલાણી સંસ્થા વાળા મદદ માટે આવ્યા તો બીજા દિવસે બીજી સંસ્થાવાળા આવ્યા પણ આજદિન સુધી કોઈ સરકારી માણસ સહાય માટે આવ્યો તેવું સાંભળ્યું નથી જો આ એનજીઓ વાળા ન હોત તો કેટલાય પરિવાર ભૂખ્યા જ મરી જાત..એવું ગરીબ પરિવારો નું કહેવું છે.બીજી તરફ સરકારે મોટા ઉપાડે કરેલી જાહેરાત ની વાત કરવામાં આવે તો એકલા સુરત શહેરમાં જ એપ્રિલ મહિનામાં 2 લાખ 71 હજાર 780 કાર્ડ ધારકોને હજુ સુધી અનાજ મળ્યું નથી. આમ થવા પાછળનું સૌથી મોટુ પરિબળ હોય તો એ માત્ર એટલું જ છે કે તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. નાના બાળકોને લઇને અનાજ માટે રસ્તે રજડતો શ્રમિક પરિવાર ભર તાપમાં વલખા મારતા હોય એવા કેટલાય દૃશ્યો આપણે છેલ્લા 40 દિવસમાં જોયા, ઓછું અનાજ આપી વિક્રેતાઓ લોકડાઉન માં રોકડી કરવામાં પડ્યા છે લાખ્ખો ટન અનાજ ક્યાં ગયું કોઈ પૂછવાવાળું નથી કારણકે આખું ચાંડાલ ચોકડી ની રિંગ ગોઠવાયેલી હોય છે ઉપર થી નીચે ભ્રષ્ટાચાર ના ઉંડા મૂળ ઘુસી ગયા છે, આ બધા રાક્ષસો લોકોની ભૂખ સાથે જાણે મજાક કરી રહ્યા હોય તેવુ સપાટી ઉપર આવી રહ્યું છે. એસી ઓફિસો માં બેસી ‘સબ સલામતી’ના ફાંકા મારતા પુરવઠા વિભાગ વાળા પણ નપાણીયા જણાયા છે. ગરીબ પરપ્રાતિય પરિવાર ને શરૂઆત માં જવા દેવામાં ન આવ્યા અને હવે કહે છે કે જાવ પાછા આ લેટર નહિ ચાલે આ કરો તે કરો માં ભૂખ , તરસ અને લેટર લેવાની દોડાદોડી માં આ લોકો અધમુવા થઈ ગયા છે. આવા લોકો ભરઉનાળે તડકામાં હાઇવે ઉપર જ્યાં જુઓ ત્યાં તળવળી રહ્યા છે. હજારો બેરોજગાર બન્યા છે તેમના પરિવાર ના મોભીને રાતે ઊંઘ પણ નથી આવતી કારણ કે લોકડાઉન હઠી ગયા બાદ એક સાથે ચુકવણા ની આવનારી નોબત માં શુ થશે તે પ્રશ્ન છે આ માટે કોઈ ચોકસ તૈયારી કે પ્લાનિંગ નથી ત્યારે આગામી સમય જનતા માટે કસોટી ભર્યો રહેવાનો છે ત્યારે સરકારે રાહત આપવી પડશે , વીજબીલ માફ,સ્કૂલ ફી 6 મહિના માફ,ભાડુઆતો માટે કોઈ રાહત , વેપારીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો,શ્રમિકો, નાની કંપનીઓ માટે કોઈ ચોક્ક્સ રોડમેપ તૈયાર કરવા માંગ ઉઠવા પામી છે. છેલ્લે એક વાત કરવાની રહી ગઈ કે એક સજ્જન મારી પાસે આવી ને કાન માં કીધું જેઓ ધનવાન છે તેને વાંધો નથી , ગરીબો ને પણ એનજીઓ કે સેવાભાવી આપશે પણ અમારા જેવા મધ્યમ વર્ગ ના લોકો નથી કોઈ પાસે માંગી શકતા કે નથી રાહત નું લઈ શકતા ત્યારે અમારા જેવા માટે પણ હવે કઈક કરો અને વસ્તી ગણતરી કરવા જેમ ઘરેઘરે ફરો છો તેજ રીતે ફરીને ઘર દીઠ કઈક લાભ થાય એવું કરાવો ને સાહેબ…..વાત તો મુદ્દાની છે હો….!!!
