દેશમાં કોરોના ની ચાલુ રહેલી મહામારી વચ્ચે દિનપ્રતિદિન વધતા જતા કોરોના પોઝીટીવ કેસના કારણે આજથી દેશભરમાં લૉકડાઉન નો ત્રીજો તબક્કો ચાલુ થઈ ગયો છે ત્યારે લૉકડાઉનમાં ફસાયેલા લોકો અને શ્રમિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેઓ પાસે પૈસા પણ ખૂટયા છે ત્યારે વતન પહોંચવા ટ્રેનોમાં ભાડું વસુલવામાં આવી રહ્યું છે તેવે સમયે ભાડું લેવા મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ ઉભો થયો છે, આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ જાહેરાત કરી છેકે આવા ફસાયેલા લોકો ને પરત વતન ફરવમાં આવતો રેલ મુસાફરીનો ખર્ચ કૉંગ્રેસ ઉઠાવશે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લાગુ લૉકડાઉનને 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. સરકારે શુક્રવારથી ફસાયેલા શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો દોડાવાની શરૂઆત કરી છે, અને જેતે વિસ્તારમાં સરકારી અધિકારી ના ક્લિયરન્સ બાદ શ્રમિકોને ટિકિટ આપી તેમની પાસેથી ટિકિટનું ભાડું વસૂલ કરશે અને આ રકમ રેલવેને જમા કરવાની વાત સામે કોંગ્રેસે ટીકા કરી છે અને આવા મહામારી ના સમય માં આ પ્રકાર નું પગલું અમાનવીય જણાવ્યું છે.
કૉંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે આ નિર્ણય લીધો છે કે પ્રદેશ કૉંગ્રેસ કમિટીનું દરેક એકમ દરેક જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલ મુસાફરીનો ટિકિટ ખર્ચ ઉઠાવશે અને તેના માટે જરૂરી પગલાં ભરશે. આ જાહેરાત ને પગલે લાખ્ખો શ્રમિકો માં રાહત પ્રસરી છે જોકે અત્યાર સુધી હજ્જારો લોકો વધુ પૈસા આપી પોતાના વતન તરફ જઈ ચુક્યા છે.
