નવી દિલ્હીઃ કોરોના ની મહામારી માં રેલવે દ્વારા ગરીબો પાસેથી ભાડું લેવાનો મુદ્દો હવે ભારે વિવાદ માં આવી ગયો છે અને આ મુદ્દે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અન્ય રાજ્યોમાંથી વતન પરત ફરી રહેલા શ્રમિકો પાસેથી ભાડું વસૂલવાને લઈ રેલવે ને ઝપેટ માં લઇ સવાલ ઉઠાવતા
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, એક તરફ રેલવે પીએમ કેયર્સ ફંડમાં રૂ.151 કરોડ રૂપિયા જમા કરાવી રહ્યું છે અને બીજી તરફ પ્રવાસી શ્રમિકો પાસેથી ભાડું વસૂલી રહી છે. આ ગુંચ ખબર પડતી નથી તેથી પહેલા તે ઉકેલો. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી છે કે દેશભરમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાનો રેલવેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.
પ્રદેશ કોંગ્રેસ કમિટીનું દરેક એકમ જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનું આ નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું છે. આમ સોનિયા ગાંધીના ના ટ્વીટ બાદ રાહુલ ગાંધી એ પણ રેલવે ના ડબલ સ્ટાન્ડર્ડ મુદ્દે સવાલો ઉઠાવી શ્રમિકો પાસે લેવાતા ભાડા મુદ્દે વિરોધ કર્યો છે.
