કોરોના માં લોકડાઉન માં ફસાયેલા શ્રમિકો પાસે થી ભાડું વસુલવા મુદ્દે સવાર થી જ સોનિયાગાંધી અને રાહુલ ગાંધી એ વિરોધ કરી રહયા છે અને કોંગ્રેસ તમામ ખર્ચો આપવાની વાત કરી રહી છે ત્યારે સોનિયાએ સવાલ કર્યો કે જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભાડુ લેવામાં આવ્યુ નથી તો પછી પ્રવાસી મજૂરો પાસે કેમ ભાડું લેવામાં આવે છે ?સોનિયાનું કહેવું છે કે જ્યારે આપણે ગુજરાતના એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ અને જમવા પર ખર્ચ કરી શકતા હોય અને રેલવે મંત્રાલય વડાપ્રધાનના કોરોના ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો પછી પ્રવાસીઓને ફ્રી રેલવે યાત્રાની સુવિધા શા માટે આપી નથી શકતા? અહીંયા હેરાન કરનારી વાત એ છે કે સંકટની ઘડીમાં કેન્દ્ર સરકાર અને રેલવે ભૂખ અને પૈસા વગરના દેશના ગરીબ લોકો પાસે થી ભાડુ વસુલી રહ્યા છે જે ચોંકાવનારી વાત છે આ પ્રકાર ના નિવેદનો બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે અને રેલવે નું ભાડું ચૂકવી રહેલા ગરીબો માં નવી આશા નો સંચાર થયો છે.
