રાજ્યના ગૃહ વિભાગે આજે મોડી સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી નિરઝા ગોત્રુ રાવની અમદાવાદ શહેરમાં અચાનક બદલી કરી દીધી છે. અમદાવાદ શહેરમાં વહીવટ વિભાગ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર અને સ્ટેટ મોનિટરિંગ સેલનો પણ વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે. જ્યારે આઇજી હરેક્રિષ્ણા પટેલને સુરત શહેરમાં વધારાનો હવાલો સોપ્યો છે.
રાજ્ય ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે સોમવારે મોડી સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી નિરઝા ગોત્રુ રાવની અમદાવાદ શહેરમાં બદલી કરી નાખી હતી. આઇપીએસ નિરઝા ગોત્રુ રાવ ગાંધીનગર પોલીસ ભવનમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજી ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પણ જવાબદારી સંભાળતા હતા. હવે અમદાવાદ શહેરમાં તેમણે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે તેની સાથે સાથે પોલીસ હેડક્વાર્ટરની ખાલી પડેલી જગ્યાનું પણ વધારાનો હવાલો તેમણે સોપવામાં આવ્યો છે.