ગાંધીનગર – “અમારી પાસે કોઇ સગાવહાલા નથી. મિત્રો નથી. પાડોશી નથી. અમારા માટે તો ડોક્ટરો ભગવાન બનીને આવ્યા છે.” સિવિલ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહેલા દર્દીના આ શબ્દો છે. તેઓ કહે છે કે “હોસ્પિટલનો અન્ય સ્ટાફ અમારી સારવાર કરી રહ્યો છે. અમને કોઇ ફરિયાદ નથી. અમે સાજા થઇએ તો બીજાના કામમાં આવીશું, એટલે અમે ડોક્ટરને પણ સહકાર આપીએ છીએ.”
કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના યોધ્ધાઓ 24×7 ખડે પગે
અવિરત સેવા બજાવે છે. કોઈના બાળકો નાના છે… કોઈના પરિવારમાં તકલીફ છે…પણ સેવા જ તેમનો ધર્મ…. કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આજ અમારા સગાવહાલા છે…
આ વોર્ડમાં ફરજ બજાવતા મુક્તિ પટેલ કહે છે કે..’ આ દર્દીઓના દવા સારવારની સાથે સાથે ભોજન, પાણી અને અન્ય કોઈ જરૂરિયાત હોય તેનું અમે ધ્યાન રાખીએ છીએ… એટલે જ દર્દીઓ એમ માને છે કે અમે તેમના સગા છીએ અને અમે પણ એવું માનીએ છીએ કે આ દર્દીઓ જ અમારા વ્હાલા છે…’
નર્સિંગ સ્ટાફ માં ફરજ બજાવતા પ્રવીણ પારેખ કહે છે કે ‘આ દર્દીઓની તમામ જરુરીયાતો અમે નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરીએ છીએ… એમાં ક્યાંય કોઇ કચાશ ન રહી જાય તેનું પણ ધ્યાન રાખીએ છીએ… તેમના સગા વ્હાલા તો અહીંયા પ્રવેશ નથી મેળવી શકતા… એ લોકો આ પરિસરમાં બનાવાયેલા ડોમમાં બેસે છે પરંતુ દર્દીઓના સગા વ્હાલા ની જેમ જ અમે ફરજ બજાવીએ છીએ..’
તો અહીં સારવાર લઈ રહેલા રૂદ્રેશશભાઈ કહે છે કે કોઈ બિમારીમાં હોસ્પિટલમાં રહેવું કોઈને ન ગમે પરંતુ અહીં દાખલ થયા પછી એવું લાગે છે કે કદાચ ઘરે પણ અમારી આટલી સંભાળ ન લેવાઇ હોત… સવારે ઉકાળો, પછી ચા-નાસ્તો, જમવાનું, બપોરે ચા, સાંજે fruit, જમવાનું અને રાત્રે સૂતાં પહેલા ગરમ દૂધ… આ વ્યવસ્થા અહીં તમામ દર્દીઓ માટે છે… એટલે સાચું કહું તો પરિવારની ખોટ તો લાગે જ પરંતુ આ વ્યવસ્થાથી એ કમી મહેસુસ નથી થતી….”
કોવિડ-19 વાયરસની મહામારીએ વિશ્વ આખ્જાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલને કોવોડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે વોર્ડમાં પ્રવેશ અપાતો નથી. કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોય કે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.