કોરોના એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે અને ચાઈનાથી લીક થઈને કોરોના હવે વિશ્વભરમાં છવાઈ ગયો છે ત્યારે ચાઈનાએ હવે આ વાયરસ ઉપર કાબુ પણ મેળવી લીધો છે પણ અન્ય દેશ હજુ કોરોના ની આંટીઘૂંટી માં અટવાયેલા જોવા મળી રહ્યા છે આ બધા વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં અમેરિકા, બ્રિટેન, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ખુફિયા એજન્સીઓ જાસૂસોએ દાવો કર્યો છે કે ચીન સતત વેક્સિન ન બને તેવુ ઈચ્છી રહ્યું છે. બહાર આવેલા એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ દુનિયા ના 5 દેશોની ખુફિયા એજન્સીઓએ મળીને એક 15 પેજનું ડોઝિયર તૈયાર કર્યું છે જે પ્રમાણે ચીન નથી ઇચ્છતુ કે દુનિયાને જલદી કોરોના વાયરસની વેક્સિન મળી જાય અને તેથીજ ચાઈના એ સતત અનેક દેશો અને સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થાઓને પણ કોરોનાનાં લાઇવ સેમ્પલ આપવાની ઘસીને સાફ ના પાડી દીધી છે.
એટલું જ નહીં કોઈપણ વૈજ્ઞાનિકને જ્યાંથી કોરોના લીક થયો હોવાનું મનાય છે તે જગ્યા કે લેબ ઉપર કે કેસ ઝીરોને મળવાની કોઈ પરવાનગી અપવા ના પાડી દીધી છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ડોઝિયરનાં આધાર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર આક્ષેપ કરી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન સતત ના કહેતુ રહ્યું હતું કે કોરોના સંક્રમણ માણસથી માણસમાં ફેલાઈ રહ્યું છે, તેના પુરાવા મળ્યા છે કે તેને આ વાતની લાંબા સમયથી ખબર હતી. ચીને આ વાતને માનવામાં ઘણા અઠવાડિયા લગાવી દીધા અને હવાઈ માર્ગો ખુલ્લા રાખી ત્યાંથી હજ્જારો ચેપગ્રસ્તો ને દુનિયા માં ફેલાવી દીધા પરિણામે યૂરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયેલા કોરોના ના સંક્રમણે ભારે તબાહી મચાવી રાખી છે એટલુંજ નહિ હોશિયાર ચાઈના એ પોતાના દેશ કોરોના ને ડિકલેર કરનાર તબીબો અને પત્રકારો ને ગાયબ કરી દીધા હતાઅને હવે વિશ્વ માં કોરોના ફેલાયો બાદ પોતે કાબુ કરી હવે બિઝનેસ તરફ વળ્યું છે અને અન્ય દેશોને બરબાદ કરવા વેકસીન માટે પણ સહયોગ આપતુ નહિ હોવાનું સપાટી ઉપર આવતા દુનિયાભરમાં ચાઈના ની આ અવળચંડાઈ સામે નારાજગી ફેલાઈ છે.
