ગુજરાત માં કોરોના બૉમ્બ ફાટી ચુક્યો છે અને દેશમાં અમદાવાદ નંબર વન નું બિરુદ મેળવે તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એલર્ટ થઈ ગયા છે અને આરોગ્ય વિભાગ માં થોડા બદલાવ લાવી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ કુમાર ને સુપરવિઝન સોંપવામાં આવ્યું છે, કોરોના રોકવામાં પરિણામ ન મળતા સરકારમાં અગ્રસચિવ ડો.જંયતિ રવિ ઉપર પંકજ કુમાર સમગ્ર સ્થિતિ નું હવે મોનીટરીંગ કરશે. અમદાવાદમાં સતત કોરોના ના પોઝિટીવ કેસ અને મૃત્યુદર વધી રહ્યો છેઅને સ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવતા મુખ્યમંત્રીએ પરીણામલક્ષી ટાસ્ક માટે જાણિતા ACS ડો.રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદમાં કોવિડ-૧૯ માટે ઓવરઓલ ચાર્જ સોંપવાનો નિર્ણય કર્યો છે. ગત સપ્તાહે શુક્રવારે ગાંધીનગરમાં સ્થિતિ વણસી ત્યારે પણ આખુ પાટનગર ડો.ગુપ્તાને હવાલે મુકી દેવાયુ હતુ. તેમણે ત્રણ જ દિવસમાં ગાંધીનગરમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ, કોવિડ-૧૯ માટે ચારથી વધુ હોસ્પિટલો ડેજિગ્નેટ કરીને તંત્રને દોડતુ કર્યુ છે, નાગરીકોને ઘરમાં રાખ્યા છે. મંગળવારે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીએ તેમને ચાર્જ અગાઉ અમદાવાદમા કમિશનર રહી ચૂકેલા GMLના CEO મુકેશકુમારને સોંપવાનો નિર્ણય કર્યો હતો.
ACS પંકજ કુમાર પૂર્વકાળમાં હાલ આરોગ્ય અગ્રસચિવ પણ રહી ચૂક્યા છે. મહેસૂલ વિભાગના ACS હોવાથી હાલની સ્થિતિમાં કોરોના ના નિયંત્રણ માટે વહિવટી સ્તરે કલેક્ટર સહિત રાજ્યભરના જિલ્લા તંત્ર સાથે સીધા સંપર્કમાં હોવાથી ત્યાં પણ સરળતાથી તાલમેલ કરીને ભૂતકાળના અનુભવ સાથે આરોગ્ય વિભાગમાં આ મહામારી સામે લડવા હોસ્પિટલોનું સંચાલન પણ સારીરીતે કરી શકે તેમ છે. તેઓ પહેલાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિત કોવિડ-૧૯ માટે હોસ્પિટલો અને તેમાં મેડિકલ ફેસેલિટી, હ્યુમન રિસોર્સ સહિતની બાબતો સંભાળી રહ્યા છે. હવે તેઓ આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિની ઉપર રાજ્યભરમાં કોવિડ-૧૯ને સ્પર્શતી તમામ બાબતો સંદર્ભે વિશેષ અધિકારી તરીકે મોનિટરીંગ કરશે.ત્યારે એક અનુભવી અને તમામ પાસાઓ થી જાણકાર આ અધિકારી હવે કોરોના ની અસ્તવ્યસ્ત સ્થિતિ ને કાબુ હેઠળ કરી શકશે જોકે અગાઉ થીજ આવા અનુભવી અધિકારીઓ ને આવી જવાબદારી સોંપવી જોઈએ પણ છેલ્લે છેલ્લે સરકારે લીધેલ નિર્ણય મહત્વનો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
