ચાઈના ની વુહાન લેબ માં અકસ્માતે છૂટી ગયેલા કોરોના વાયરસે દુનિયા આખીની પથારી ફેરવી નાખી છે ત્યારે અમેરિકા એ ચાઈના એ પોતાના લેબ માં કોરોના તૈયાર કર્યો હોવાની વાત જાહેર કરતા સૌ પ્રથમ ઇઝરાઈલ ના એક જાસૂસે પણ સમર્થન કર્યું હતું પરંતુ ઇઝરાઈલ ના સતાવાળા એ આ વાત ને નકારી કાઢી છે તેઓ એ જણાવ્યું કે કોરોના ચાઈના ની લેબ માં તૈયાર કરાયો નથી આમ તેઓ એ આડકતરું ચાઈના નું સમર્થન કરતા અગ્રીમ દેશો આ નિવેદન થી ચોંકી ગયા હતા પછી એવી વાત બહાર આવી છે કે જે રીતે ચાઈના તેની વુહાન લેબ માં જૈવિક શસ્ત્રો અને વાયરસ તૈયાર કરી રહ્યું છે તેવીજ રીતે ઇઝરાઈલ પણ પોતાની રહસ્યમય લેબ માં જૈવિક બૉમ્બ ,જૈવિક હથિયારો તૈયાર કરી રહ્યું છે અને તે લેબ માં પણ એકથીએક ચડિયાતા વાયરસ નો સંગ્રહ છે જો અકસ્માતે છૂટ્યો તો તારાજી સર્જી શકે છે.
ઈઝરાયેલ ની અધ્યતન ડિફેન્સ બાયોજિકલ ઇન્સ્ટિટયૂટ લેબ ખૂબજ સુરક્ષા હેઠળ છે જ્યાં ઓથોરાઈઝ ખુબજ ઓછા અધિકારીઓ સિવાય કોઈ જઇ શકતું નથી નથી. અત્યન્ત ગુપ્ત અને ભેદી આ લેબ જમીન ની અંદર છે જેની ઉપર થી વિમાનો ને પણ પસાર થવાની અનુમતિ નથી. માનવામાં આવે છે કે તેમાં જૈવિક વેપન્સ,જીવલેણ ઝેર અને કેટલાય જીવાણુ વાયરસ નો સંગ્રહ છે જો તે ભૂલે ચુકે પણ ચાઈના ની જેમ અકસ્માતે છટકે તો દુનિયાભર માં તબાહી મચાવી શકે છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ જીવાણુ હથિયારો અને પ્રયોગો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો તેમછતાં હજુપણ સંશોધન ની આડ માં જીવાણુ હથિયારો એટલે કે વાયરસ ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે અને તેનો પુરાવો ચાઈના માંથી છટકેલો કોરોના વાયરસ છે પરંતુ અગાઉ થી આ વેપન્સ બનાવવા ઉપર પ્રતિબંધ હોવાથી દુનિયા માં ચાઈના ઉઘાડું ન પડી જાય તે માટે આ વાયરસ પોતે નહિ બનાવ્યો હોવાનું રટણ કરી સતત ઇન્કાર કરી રહ્યું છે અને હવે ઇઝરાયેલ પણ ચાઈના ને સપોર્ટ કરી આ વાયરસ ચાઈના ની લેબ નો નહીં હોવાની વાત ને સમર્થન કરી રહ્યું છે કારણકે ઈઝરાયેલ ની લેબ માં પણ ભયંકર વાયરસ ના વેપન્સ નો ભંડાર છે જો ચાઈના પકડાય તો ઇન્ટરનેશનલ દબાણ હેઠળ કાલે ઉઠીને પોતાની લેબ સુધી પણ તપાસ આવી શકે તેમ છે તેથી એક ચોર બીજા ચોર ને સાથ આપે તે સ્વાભાવિક છે.
ઇઝરાઇલ ની સંરક્ષણ જૈવિક સંસ્થાને દુનિયાની સૌથી રહસ્યમય પ્રયોગશાળા માંની એક માનવામાં આવે છે. આલેબ 1952 માં બનાવાઈ હતી અને જૈવિક હુમલાઓ સામે લડી શકે તેવા જીવાણુઓ અને વેકસીન તૈયાર કરવાનું કામ થાય છે. આ સંસ્થામાં ગુપ્તચર એજન્સી મોસાદ માટે ઝેર પણ બનાવાય છે જે ઇઝરાઇલ ના દુશ્મન નો ખાત્મો કરવા ઉપયોગ માં લેવાય છે.
એક બ્રિટીશ ગુપ્તચર અધિકારી ગોર્ડન થોમસ ના જણાવ્યા મુજબ ઇઝરાઇલ ની આ ભેદી લેબ ભારે સુરક્ષા હેઠળ છે અને જમીન ની અંદર બનાવી ચારે તરફ કોન્ક્રીટ ની મજબૂત દીવાલો ઉભી કરવામાં આવી છે. આ બધા વચ્ચે ઇઝરાઇલ ના સંરક્ષણ પ્રધાન નફાતાલી બેનેટે દાવો કર્યો હતો કે તેઓએ કોરોના સામે રસી વિકસાવી છે.
