કિમ જોંગ ઉને આ ખાસ શખ્સને સોંપ્યું ઉત્તર કોરિયાનું સૌથી પાવરફુલ પદ, નામ જાણીને દુનિયા ચોંકી ગઈ!

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

ન બહેન, ન દીકરી… કિમ જોંગ ઉને આ ખાસ વ્યક્તિને સોંપી ઉત્તર કોરિયાની બીજી સૌથી શક્તિશાળી ખુરશી!

ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉન પછી કોણ? આ સવાલનો જવાબ અત્યારે મળી ગયો હોય તેવું લાગે છે. સત્તાધારી ‘વર્કર્સ પાર્ટી’ની પાંચ દિવસીય બેઠક બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કિમ જોંગ ઉને પોતાની બહેન કે દીકરીને બદલે પોતાના સૌથી વિશ્વાસુ ગણાતા કિમ જે રેયોંગને દેશના બીજા સૌથી શક્તિશાળી પદ પર બેસાડ્યા છે.

north korea.jpg

- Advertisement -

કોણ છે કિમ જે રેયોંગ?

66 વર્ષના કિમ જે રેયોંગ ઉત્તર કોરિયાના રાજકારણનો જૂનો અને અનુભવી ચહેરો છે. તેમનો જન્મ ચગાંગ પ્રાંતમાં થયો હતો. 2007માં જ્યારે તેઓ પ્યોંગયાંગ પ્રાંતના સચિવ હતા, ત્યારે તેઓ પહેલીવાર કિમ જોંગ ઉનના સંપર્કમાં આવ્યા હતા. ત્યારથી તેઓ કિમ પરિવારના વફાદાર રહ્યા છે. 2019માં કિમ જોંગ ઉને તેમને વડાપ્રધાન પણ બનાવ્યા હતા. જોકે, કોરોના કાળ દરમિયાન તેમને પદ પરથી હટાવી માર્ગદર્શન વિભાગમાં મોકલાયા હતા, પરંતુ હવે ફરી એકવાર તેમનું નસીબ ચમક્યું છે અને તેમને પાર્ટીના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બહેન અને દીકરીને કઈ જવાબદારી મળી?

ઘણા સમયથી ચર્ચા હતી કે કિમ જોંગ ઉનની 13 વર્ષની દીકરી કિમ જૂ એ તેમની ઉત્તરાધિકારી બની શકે છે. પરંતુ હાલમાં કિમે તેને મિસાઇલ નિર્માણ વિભાગમાં ડાયરેક્ટર બનાવી છે. બીજી તરફ, કિમની પ્રભાવશાળી બહેન કિમ યો જોંગને નાણાં વિભાગના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને વિભાગો ઉત્તર કોરિયા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે, છતાં સત્તાનું બીજું મુખ્ય કેન્દ્ર અત્યારે કિમ જે રેયોંગ જ ગણાશે.

- Advertisement -

north korea1.jpg

કેમ આ નિર્ણય મહત્વનો છે?

વર્કર્સ પાર્ટીની બેઠકમાં કિમ જોંગ ઉને સ્પષ્ટ કર્યું કે આગામી 5 વર્ષ તેમનું મુખ્ય ધ્યાન દેશની અર્થવ્યવસ્થા સુધારવા પર રહેશે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયા પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. કિમ જે રેયોંગને ટોપ-5 ડિસિઝન મેકિંગ બોડીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે હવે દેશના રાજકીય અને સૈન્ય નિર્ણયોમાં તેમની ભૂમિકા કિમ જોંગ ઉન પછી સૌથી મોટી હશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.