અમદાવાદ કોરોના નું એપી સેન્ટર બની ચૂક્યું છે, હજ્જારો ની સંખ્યા માં કોરોના ના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે,કોરોના માં નિષ્ફળ ગયેલા જવાબદારો ને બદલી નખાયા છે અને નવા મથામણ કરી રહ્યા છે, આવા કપરા સમય માં કામ કરતા ડૉક્ટર, નર્સ સહિત ના સ્ટાફ ને સેલ્યુટ છે તેઓ રાત દિવસ કોરોના પેશન્ટ ની પોતાની કેપિસિટી મુજબ ટાઈમ આપી વર્ક કરી રહ્યા છે ઘણીવાર સ્ટાફ સામે દર્દીઓ ની સંખ્યા વગેરે માં થોડું સ્વાભાવિક ખોરવાઈ જાય તો પણ મેનેજ કરી રહ્યા છે. પરંતુ ઓપીડી માં બેસતાં નર્સ સહિત ના સ્ટાફે જયારે પોતે જ કોરોના ના શંકાસ્પદ હોય રિપોર્ટ નહિ કરવા દેવા બાબતે અને સ્ટાફ ની બે છોકરીઓ પોઝીટીવ રિપોર્ટ સાથે સ્ટાફ માં સાથે ફરતી હોય 80 ટકા સ્ટાફ સંક્રમિત હોવા નું જણાવી પોતાને જોખમ ઉભું થયું હોવાનું જણાવી હોબાળો મચાવતા કઈક ગરબડ હોવાની શંકાઓ ઉભી થઇ છે અને કેંસર હોસ્પિટલમાં અન્ય દર્દીઓ સામે કોરોના નું જોખમ ઉભું થયું છે,બીજું કે જો નર્સ ને પોઝીટીવ રિપોર્ટ આવે તો સાથે કામ કરનાર ડોક્ટર ને આવે તે સ્વાભાવિક છે ત્યારે અમુક મર્યાદા ને કારણે નહિ બોલી શકનારા ડૉક્ટર ના રિપોર્ટ કરવા અનિવાર્ય થઈ પડ્યા છે.
સત્યડે ડોટકોમ મીડીયા હાઉસ એક જવાબદાર મીડિયા છે અને પોતાનું પ્રિંટીંગ પ્રેસ અને દૈનિક અખબાર , ચેનલ અને વેબ વગેરે ધરાવે છે તે આવા વોરિયર્સ ને સેલ્યુટ કરે છે પરંતુ અહીં વાત કરવી છે GCRI ની કે જ્યાં અગાઉ પણ કેટલીક ક્ષતિઓ ધ્યાને આવતા ડાયરેકટર ડૉ. શશાંક પંડ્યા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેઓ ઉપર આરોપ હતો કે હોસ્પિટલ ના જ એક રેસિડન્ટ તબીબ સહિત 8 થી 11 જેટલા સ્ટાફ ને 7 કલાક સુધી રઝળતા રાખી દવા કે બેડ આપવામાં નિષ્ફળ રહ્યા હતા એટલે સુધીકે ફોન રિસીવ પણ કરી કોઈ જવાબદાર વલણ અપનાવ્યું ન હતું.
GCRI એ રાજ્ય સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી એમ સયુંકત રીતે ચાલે છે જેમાં ડાયરેકટર તરીકે શશાંક પંડ્યા સામે કોરોના સમયે જે લોકો રાત દિવસ કામ કરી રહ્યા છે તેવા ખુદ વોરિયર્સ ખતરા માં આવી ગયા ની વાત બહાર આવતા ચકચાર મચી ગઇ હતી અને આ પ્રકરણમાં જવાબદાર મનાતા ડૉ. શશાંક પંડ્યા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
જોકે, ત્યારબાદ પણ અહીંની સ્થિતિ માં કોઈ સુધારો આવ્યો હોય તેવું જણાતું નથી કારણકે સ્ટાફ ને કોરોના અંગે રીપોર્ટ કરવા સુદ્ધાં મનાઈ કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે અહીં કામ કરતા ફિમેલ અને મેલ બન્ને કર્મચારીઓ સામે કોરોના નો ખતરો ઉભો થયો હોવાનું ગોપનીય સૂત્રો એ જણાવ્યું હતું એક કિસ્સામાં તો 5 તારીખે એક કર્મચારી પોઝીટીવ હોવાછતાં ડ્યુટી ઉપર હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે તેના સંક્રમણ માં આવેલ અન્ય પણ એક ને લક્ષણો જણાયા હતા આવા સ્ટાફ ને કામ પર ચાલુ રાખી છેલ્લે કોરોન્ટાઇન થવાની સલાહ અપાઈ રહી છે એક કિસ્સામાં કોર્પોરેશન માંથી ફોન આવ્યો તો પણ તેમાં અડોળાઇ કરી રિપોર્ટ નહિ કરવા માટે દબાણ કરાય છે એક ના પરિવારમાં 2 પોઝીટીવ રિપોર્ટ આવતા તેને પણ રીપોર્ટ ની જગ્યા એ કોરોન્ટાઇન થવાની જ વાત કરાય છે આવા તો અનેક કિસ્સા માત્ર પેથોલોજી લેબ માજ છે કે જે એક ખુબજ જવાબદાર વિભાગ છે.
અત્યંત ચોંકાવનારી વાત તો એ છે કે જે સ્ટાફ કોરોના પ્રભાવિત કે શંકાસ્પદ છે તે સ્ટાફ અહીં આવતા કેન્સર ના દર્દીઓ અને તેમના સગાના સીધા સંપર્ક માં આવી રહ્યા છે પરિણામે ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા કેન્સર ના દર્દીઓ જો મૃત્યુ પામશે તો કોરોના માં મોત થયા ના વધુ આંકડા ઉમેરાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે આ વાત જવાબદારો સમજે તે પણ જરૂરી છે.
અગાઉ GCRI માં ડાયરેક્ટર શશાંક પંડ્યા ને સસ્પેન્ડ કરી દેવાયા એટલે વાત પૂરી થઈ જતી નથી, ડૉ.શશાંક પંડ્યા તો રોજ આવે જ છે અને તેઓ અહીં ડાયરેકટપદ પર હોવાથી તેમની હાજરી થી પ્રભાવ તેનો તેજ રહે તેમાં કોઈ નવાઈ નથી હાલ માં અહીં ડેપ્યુટી ડાયરેકટ ડૉ પરિતિમા મેડમ અને પેથોલોજી લેબ માં ડૉ. પ્રીતિ ત્રિવેદી મેડમ ના અન્ડર માં વહીવટ ચાલી રહ્યો છે પરંતુ અહીંથી થયેલી એક ભૂલ કોરોના બૉમ્બ ને આગ ચાંપવા બરાબર હશે અને તે સંક્રમણ ખુબજ મોટું હશે ત્યારે પેથોલોજી લેબ માં ખાસ ધ્યાન અપાય તે જરૂરી છે અને તે માટે સરકારે ખાસ તપાસ કમીટી બનાવી માત્ર લેબ અને સિવિલ ના સ્ટાફ ને પડતી અગવડો મામલે સોલ્યુશન લાવે તે અતિ જરૂરી બન્યું છે.
સિવિલ ની હાલની સ્થિતિ કઈક આવી છે જેમાં તમામ ડોકટર,નર્સ કે કામ કરતા વોરિયર્સ ને સૂચના અપાઈ છે જેમાં જ્યાં કામ કરતા હોય ત્યાંજ યુ.પી.પી.ઇ. ને દૂર અથવા રિમૂવ કરવામાં આવે અને પછીજ વોર્ડ માંથી બહાર નીકળવું સાથેજ પાંચમા માળે 6 ઓરડાઓ માત્ર સ્નાન કરવા માટેજ છે, આઇસીયું ડ્યુટી ડોકટરે આઈ.પી.યુ.માં પી.પી.ઇ અથવા રિમૂવ કરવું, પી.પી ઈ ડોફિંગ માટે આઇ.સી.યુ ની અંદર એક અલગ રૂમ છે. ફરજ ના કલાકો દરમ્યાન પી.પી.ઈ સાથે વોર્ડ માં પ્રવેશ્યા બાદ વૉર્ડ માંથી બહાર નહિ આવવા ખાસ સૂચના અપાઈ છે અને તે ખુબજ ચોંકાવનારુ છે. એ કારણ એ છે કે લોબી ના ક્ષેત્ર માં અને રૂમ ની બાજુમાં જ પેથોલોજી વિભાગ સાથે સામાન્ય એ/સી ડિકટ કોમન છે સીધી વાત છે કે સેન્ટ્રલ એસી ના કારણે સંક્રમણ ફેલાઈ શકવાનું જોખમ વધુ છે ત્યારે આ મુદ્દો તપાસ નો વિષય બન્યો છે. કોરોના ની હાડમારી વચ્ચે કેન્સર ના દર્દીઓ અને પેથીલોજી વિભાગ ના કર્મચારીઓ સામે જોખમ ઉભું થતા આ અંગે અનુભવી ઉપરી અધિકારીઓ તાત્કાલીક કોઈ પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે અન્યથા આ બાબત આગળ જતાં મોટો ઈશ્યુ ઉભો કરે તેવું હાલના સંજોગો જોતા જણાઈ રહ્યું છે. છેલ્લે મળતી માહિતી મુજબ સાંજના અરસામાં નર્સ સ્ટાફે ભારે હંગામો મચાવ્યો હતો અને કોરોના અંગે રીપોર્ટ નહિ કરવા દેવા મુદ્દે બઘડાટી બોલાવી હતી અને બે પોઝીટીવ છોકરીઓ ને કારણે 80 ટકા સ્ટાફ સંકમિત હોવાનો આક્ષેપ કરી રીપોર્ટ કરાવવાની અને તપાસ ની માંગ કરી હતી.
