વલસાડ માં મોગરાવાડી અબ્રામા માં કેટલાય પરપ્રાંતિય પરિવારો વતન જવા માટે માંગ કરી રહયા છે જેઓ કામ ધંધા વગર ભૂખે મરતા હોવાની હૈયા વરાળ કાઢી રહ્યા છે ત્યારે ભાડા વગર અટવાઈ રહેલા આવા શ્રમિકો ને કોંગ્રેસે ટ્રેન ભાડૂં ચૂકવવા માટે પ્રયત્ન કર્યો હતો અને બુધવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસ દ્વારા શ્રમિકોને ભાડૂ ચૂકવવાની કામગીરી શરૂ થતાં તેઓની ભાડું ચુકવવા ની કાર્યપ્રણાલિ સામે પોલિસે સવાલ ઉઠાવી આ રીતે ટોળું એકત્ર નહિ કરવા સલાહ આપી હતી. કોંગ્રેસ દ્વારા શ્રમિકોને ટ્રેનનું ભાડૂ ચૂકવવા માટે વલસાડના સ્ટેડિયમ રોડ પર જિલ્લા કાર્યાલય ખાતે બોલાવ્યા હતા.શ્રમિકો સવારથી કાર્યાલય પર ભેગા થવા માડતાં પોલિસ ને આ બાબતે ખબર પડતાં તેઓ ત્યાં ધસી ગયા હતા અને લોકડાઉનના નિયમો વચ્ચે લોકો એક જગ્યાએ ભેગા થવાના મામલે શ્રમિકોને ભેગા કરવાની પરવાનગી માગતા વિવાદ સર્જાયો હતો. જોકે, કોંગ્રેસના જિ.મહામંત્રી અલ્કેશ દેસાઇ વિગેરેએ આ મામલે સેવાભાવના અંગે ની વાત કરી મામલો થાળે પાડ્યો હતો.
વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં શ્રમિકોને ભાડું આપવા ભેગા થયા હોવાની પોલિસને જાણ થતાં નાયબ પોલિસ વડા મનોજસિંહ ચાવડા પહોંચી ગયા હતા.જ્યાં કોંગ્રેસના નેતાઓને તાત્કાલિક આ કામગીરી માટે ભેગા કરાયેલા શ્રમિકોને પરત મોકલવા સૂચના આપી હતી.લોકોને ભેગા કરવા માટે કલેકટરની પરવાનગી છે? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયમાં શ્રમિકોને ટ્રેન ભાડા માટે ભેગા કરવા મામલે સર્જાયેલા વિવાદમાં પોલિસે કામગીરી અટકવી દેવા મામલે કોંગ્રેસમાં રોષ મીશ્રીત નારાજગીજોવા મળી હતી.આ મુદ્દે ગુરૂવારે કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યા અને ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને કોંગ્રેસ કાર્યકરોએ જાણકારી આપી ઘટના થી વાકેફ કર્યા હતા જોકે, બીજી તરફ શ્રમિકો માં ખુબજ નિરાશા જોવા મળી રહી છે અને ભૂખ તરસ થી થાકેલા આ લોકો પરમિશન , ભાડા અને રાજકારણ ના રંગ માં ભોગ બની રહ્યા હોવાનું ચર્ચાતું હતું તેઓમાં પોતાના કિસ્મત ફૂટ્યા હોવાના નિસાસા નાખતા જોવા મળ્યા હતા.
