IND vs ZIM Live: એક પણ રૂપિયો ખર્ચ્યા વગર જુઓ ભારત-ઝિમ્બાબ્વે મેચ! જાણો ફ્રીમાં જોવાની સીધી રીત

2 Min Read

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે કરો યા મરોનો જંગ, જાણો ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકાશે લાઈવ મેચ

T20 વર્લ્ડ કપ 2026 માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ હવે ટીમ ઈન્ડિયા માટે દરેક મેચ ફાઈનલ જેવી બની ગઈ છે. સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારતે આજે ચેન્નાઈના મેદાનમાં ઝિમ્બાબ્વે સામે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે.

સેમીફાઈનલની રેસ માટે ભારત માટે જીત અનિવાર્ય

ટીમ ઈન્ડિયા આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ સુપર-8 સ્ટેજની પોતાની આગામી મેચમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. અગાઉની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રને મળેલી હાર આ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ હાર હતી. આ હારને કારણે ભારત અત્યારે એવી સ્થિતિમાં છે જ્યાં એક પણ ભૂલ તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ આજે વાપસી કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. બીજી તરફ સિકંદર રઝાની આગેવાની હેઠળની ઝિમ્બાબ્વેની ટીમ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર બાદ પોતાનું અસ્તિત્વ બચાવવા રમશે.

- Advertisement -

 live.jpg

મેચનો સમય અને સ્થળ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ રોમાંચક મેચ ચેન્નાઈના સુપ્રસિદ્ધ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે. મેચનો સમય ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે ઉછાળવામાં આવશે. ચેન્નાઈની સ્પિન ફ્રેન્ડલી પિચ પર ભારતીય સ્પિનરો કેવો કમાલ કરે છે તેના પર સૌની નજર રહેશે.

- Advertisement -

ક્યાં જોઈ શકાશે લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ?

જો તમે ટીવી પર આ મેચ જોવા માંગતા હોવ તો સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports) નેટવર્કની વિવિધ ચેનલો પર આ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જોકે, આ પેઇડ ચેનલો છે. ડિજિટલ પ્લેટફોર્મની વાત કરીએ તો, આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Hotstar એપ પર ઉપલબ્ધ રહેશે.

live11.jpg

કેવી રીતે ફ્રીમાં જોઈ શકાશે આ મેચ?

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે આ મહત્વની મેચ મફતમાં પણ જોઈ શકાય છે:

મોબાઈલ પર: જો તમારી પાસે સ્માર્ટફોનમાં Jio Hotstar એપ છે, તો તમે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરીને આ મેચનું નિઃશુલ્ક સ્ટ્રીમિંગ માણી શકો છો.

- Advertisement -

ટીવી પર: જો તમારી પાસે Free Dish (ડીડી ફ્રી ડીશ) કનેક્શન છે, તો તમે DD Sports ચેનલ પર આ મેચનો લાઈવ આનંદ કોઈપણ ખર્ચ વગર માણી શકશો.

Share This Article