ડોકટર જેવી મોભાદાર પદવી હોવાછતાં આતંકી પ્રવૃત્તિ કરવા જતાં 28 વર્ષ ના પાકિસ્તાની તબીબ ની અમેરિકા માં ધરપકડ કરવામાં આવી છે.વિગતો મુજબ ડો.મોહમ્મદ મસૂદ નામના 28 વર્ષ નો આ ઈસમ આતંકવાદી સંગઠન ISISના સંપર્કમાં હોવાનું અને અમેરિકામાં હુમલો વકરવાની યોજના ધરાવતો હોવાનું ખુલ્યું છે. મિનિયાપોલિસ સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 19 માર્ચના રોજ મસૂરની ધરપકડ કરવામાં આવીહતી. તેH-1B વિઝા પર અમેરિકા ગયો હતો. ત્યાં રોચેસ્ટરના એક મેડિકલ ક્લિનિકમાં રિસર્ચ કો-ઓર્ડિનેટરના પદ પર કામ કરતો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે મસૂદ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે અનેક વખત ISISના આતંકવાદીઓ સાથે વાત કરી હતી અને સીરિયા જઈ આતંકવાદી સંગઠન માટે લડવાની ઈચ્છા દર્શાવી હતી. તે આપબળે જ અમેરિકામાં હુમલો કરવાની વાત કરી હતી.
ફ્લાઈટથી સીરિયા જવાની યોજના નિષ્ફળ ગઈ તો કાર્ગો શિપથી જવા ઈચ્છતો હતો
મસૂદે 21 ફેબ્રુઆરીના શિકાગોથી ઓમાન (જોર્ડન) એર ટિકિટ ખરીદી હતી. ત્યાંથી તે સીરિયા જવા માંગતો હતો. 16 માર્ચના રોજ પ્લાન બદલવો પડ્યો, કારણ કે કોરોના વાઈરસને લીધે જોર્ડને અન્ય દેશોથી આવતી ફ્લાઈટોપર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ મસૂદે મિનયાપોલિસથી લોસ એન્જેલસ જવાની યોજના બનાવી. જ્યાં તે કોઈની મદદથી કાર્ગો શિપથી જવા માંગતો હતો. 19 માર્ચના રોજ મસૂદ રોચેસ્ટરથી મિનિયાપોલીસના સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો. જ્યાંથી લોસ એન્જેલસ જવા માંગતો હતો. પણ એરપોર્ટ પર જવાતે ચેક-ઈન કર્યું કે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકા માં તબીબ ની કારકિર્દી માં જોડાઈ ને પોતાની જિંદગી બનાવવા કરતા આતંકવાદી લાઈફ માં પ્રેરાયેલા આ ઈસમ ની હવે જિંદગી દાવ ઉપર લાગી ગઈ છે.
