કોરોના ના લોકડાઉન માં લોકો ભલે પોલીસ ને જોઈ ફફડતા હોય પણ વલસાડ માં તો માથા ફરેલા કોઈ ચોરે પોલીસ સ્ટેશન માં જ મુકેલી પોલીસ ની જ કાર લઈને છૂમંતર થઈ ગયો હોવાની વાત બહાર આવતા પોલીસ બેડા માં આ વાતે ભારે ચર્ચા જગાવી છે.
વિગતો મુજબ વલસાડ CCTV કંટ્રોલરુમ માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ ની કાર કોઈ અજાણ્યો ઈસમ પોલીસ મથક બહાર થીજ ઉઠાવી ભાગી છૂટ્યો હતો અને તસ્કર એટલો ચાલાક હતો કે ક્યાંય સીસીટીવી માં પણ દેખાતો નથી.
આ ઘટના બે દિવસ અગાઉ બની હતી પરંતું પોલીસે પહેલા તો ખાનગી રાહે તપાસ કરી હતી પણ કઈ પરિણામ નહીં મળતા આખરે પોલીસ મથક સામે થી થયેલી કાર ચોરી અંગે કાયદેસર ફરિયાદ નોંધાવી પડી હતી.
આમ,કોરોના ના માહોલ માં પોલીસ મથક માંથી પોલીસ ની જ કાર ચોરી જવાની ઘટના એ વલસાડ જિલ્લા માં ભારે ચકચાર જગાવી છે.
