રાજકોટ માંબનેલા એક અજીબોગરીબ કિસ્સા માં બ્લડ બેન્ક માં નોકરી કરતો એક યુવાન બ્લડ સેમ્પલ લેવાની ઉતાવળ માં હોય છે અને ત્યાંજ ટ્રાફિક વોર્ડન તેને ઉભો રહેવા ઈશારો કરે છે પણ યુવાન બ્લડ સેમ્પલ ને પ્રથમ પ્રાધન્ય આપી પેશન્ટ નું બ્લડ સેમ્પલ લીધા બાદ તેને એમ થયું કે હવે ચાલ ટ્રાફિક વોર્ડન ને ઇમરજન્સી માં નહિ ઉભા રહેવાનું કારણ બતાવું તેમ વિચારી તે પરત ટ્રાફિક વોર્ડન પાસે આવ્યો હતો અને કહ્યું કે હું બ્લડ સેમ્પલ લેવા જતો હતો તેથી ઇમરજન્સી માં ઉભો રહ્યો ન હતો અને પોતાની પાસે કલેકટર નોપાસ વગરે બતાવી ઇમરજન્સી માં કામ કરતો હોવાની વાત કરી હતી પણ તેની કોઈ વાત સાંભળવા ને બદલે પોલીસે તેનું બાઇક ડિટેઇન કર્યું હતું.
રાજકોટ ના રૈયા ચોકડી પાસે ઉભેલા ટ્રાફિક વોર્ડન દ્વારા જ્યારે યુવાન ને ઉભો રહેવા ઈશારો કરાયો ત્યારે બ્લડ બેન્ક માં નોકરી કરતો આ યુવાન રાજનનગર નજીક એક બ્લડ સેમ્પલ લેવા જઈ રહ્યો હતો. આ યુવાન ને મન માં લાગી આવ્યું કે મેં વોર્ડન સાથે બરાબર નથી કર્યું તેથી ઈમાનદારી બતાવવા તે પોતાનું કામ પૂર્ણ કરી પાછો તે સ્થળ પર ગયો કે ચાલ સાચું કારણ જણાવું અને ત્યાં જઈ બ્લડ ઇમરજન્સી ની વાત કરી હતી તેને એમ હતું કે પોલીસ ખુશ થઈ જશે પણ એથી ઊલટું બન્યું હતું અને વોર્ડન તેને પોલીસ અધિકારી પાસે લઈ ગયો અને કહ્યું કે આ સવારે મેં રોકવાની કોશિશ કરી તો ભાગ્યો હતો, જેથી પોલીસે જુના મેમાં ની રકમ નહિ ભરી હોવાનો ડેટા કાઢી ફેન્સી નંબર પ્લેટ વગરે બાબતે બાઇક ડિટેઇન કરી લેતા યુવાન ની નોકરી ખતરા માં આવી પડી હતી. યુવાને ઘણી આજીજી કરી પણ પોલીસે તેની એક વાત નહિ માની બાઇક જપ્ત કરી લેતા યુવાન પાછો તે સ્થળે જઈ ઈમાનદારી બતાવવા બદલ પસ્તાતો હતો.
