વલસાડ ની મુગ્ધ કિશોરી હજુતો યુવાની માં ડગ માંડે તે પહેલાં જ મોટી ઉંમરે શેતાન બનેલા સગા ફુવા કુમળી વય ની મુગ્ધા ને પોતાની વાસના નો શિકાર બનાવી ગર્ભવતી બનાવતા આવા ફૂવા ઉપર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે.
ભાવનગર ના તળાજા નજીક આવેલા પીથલપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોપાલ ઉર્ફે મનુભાઇ ગત દિવાળીના દિવસોમાં વલસાડ રહેતા પોતાના સાળાને ત્યા ગયા હતા ત્યારે સાળાની સગીર વયની દિકરીને જે મોટી ઉંમર ના ફુવા ને ખુબજ આદર કરતી હતી તે ફુવા ને જોઈ રાજી થઈ ગઈ હતી પરંતુ ફુવા ને યુવાની માં ડગ માંડી રહેલી મુગ્ધા ખુબજ ગમી ગઈ હતી અને મનોમન ગમે તેમ કરી પોતાની સાથે લઈ જવા પેતરો રચ્યો હતો અને પોતાના સાળા ને સમજાવી કિશોરી બે પૈસા કમાશે તો કામ લાગશે તેમ સમજાવી કામ અપાવવા ના બહાના હેઠળ કિશોરી ને લઈ ગયો હતો ત્યારબાદ ફુવાએ મોકો મળતા જ કિશોરી ને બાથ માં લઇ પરાણે બળાત્કાર કરતા સગીરા ફુવા નું આવું રૂપ જોઈ ખુબજ ડરી ગઈ હતી પણ તે વલસાડ પરત જઇ શકે તેમ ન હોઈ બાળાને ધાક ધમકી આપતા ડરના કારણે બાળા ચુપ રહેતા ફુવાએ તેની સાથે અવાર-નવાર સેક્સ માણવાનું ચાલુ રાખ્યું હતું ,પરિણામે કિશોરી ની જિંદગી દોખજ બની ગઈ હતી. સગીરાને ગર્ભ રહી જતા તેણીને તેના માતા-પિતા પાસે મુકી આવતા કિશોરી એ તેની માતાને પોતાના ઉપર વીતેલી વાત કરતા માતા-પિતા હતપ્રભ બની ગયા હતા. પરંતુ બહેનનો સંસાર ઉજડી ન જાય તે માટે સાળા એ પોલીસ ફરિયાદ કરી ન હતી અને તેણીના ગર્ભપાત કરાવા તજવીજ હાથ ધરેલ પરંતુ તેણીને 4 માસનો ગર્ભ હોય ગર્ભપાત નહી થઈ શકતા બાળા એ વલસાડ સીવીલ હોસ્પીટલમાં બાળકને જન્મ આપતા તેના ફુવા ગોપાલ ઉર્ફે મનુભાઇ સામે આખરે ફરિયાદ નોંધાવાઇ હતી. અને આ ફરિયાદ પીથલપુર પોલીસ મથકમાં આવતા પોલીસે ગોપાલની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ ને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.
