છેલ્લા બે મહિના થી કામધંધા વગર ઘરમાં કેદ થઈ ગયેલા લોકો ની સમસ્યા એ છે કે રોકડ રકમ હાથ વગી નથી એટલે ખરીદી કરવી મુશ્કેલ છે, મિડલ કલાસ ની વાત કરવામાં આવે તો એક તો નોકરી કરતા હોય અને તે પગાર માં પણ માંડ પૂરું થતું હોય ત્યાં હવે પગાર જ નથી તો પૈસા ક્યાંથી લાવવા તે સમસ્યા છે ,સગા વ્હાલા માં તો મંગાય પણ નહીં કેમકે તે લોકો પાસે સગવડ હોય તો પણ નહીં આપે અને સમાજ માં વાતો કરી બદનામ કરશે તેથી સગાઓ પાસે પણ આ જમાના માં પૈસા મંગાય તેવી સ્થિતિ નથી બીજું જે લોકો ભાડે રહે છે તે મકાન માલિકો લોકડાઉન ખુલવાની રાહ જોઇને બેઠા છે અને સોસાયટીમાં જે અંગે આગેવાનો છે તે હોશિયારી મારવા મેઇન્ટનેસ ના પૈસા લેવા ઉતાવળા બન્યા છે એટલું ઓછું હોય તેમ આ સ્કૂલ ચાલુ થશે તો એકસાથે પૈસા ક્યાંથી લાવશું તે ચિંતા છે.ટૂંકમાં સરકાર ની રાહત સાથે વાસ્તવિકતા સ્થિતિ કોઈ રીતે મેચ થતી નથી, મોબાઈલ,ટીવી,ફ્રીજ કે કોઈપણ હપ્તા નું સેટિંગ વગરે વિખાઈ ગયું છે જે પાયા ની વાત છે તે ડાયરેકટ લોકો ના ઘરો માં સીધી રાહત પહોંચે તેવું કઈ નહિ થતા સેંકડો લોકો નું એસ્ટીમેન્ટ ખોરવાયું છે તેવે સમયે ઘર નું સંચાલન કરતા ‘હોમ મિનિસ્ટર’ (ગૃહણીઓ) ખુબજ ટેંશન માં છે અને સરકાર ને આ સઘળી મુસીબતો ઉપર ધ્યાન આપી લોકડાઉન માં તૂટી ગયેલી જનતા ના રસોડા અને વીજબીલ, ભાડા, શાળા ફી,હપ્તા વગરે બાબતે ચોક્ક્સ ગાઈડલાઈન નક્કી કરવા સહિત ઘર ફરથી પાટા ઉપર ચડે તે રીતે દરેક નાગરિક ને ધ્યાને લઇ આર્થિક મદદ કરવા માંગ ઉઠવા પામી છે.
