કોરોના ની મહામારી માં રાતદિવસ ડ્યુટી કરી રહેલા પોલીસકર્મીઓ ની હાલત પણ દયનીય બની છે અને ગતરોજ અમદાવાદ માં એક પોલીસકર્મી નું કોરોના નો ચેપ લાવતા મોત થઈ ગયા બાદ સુરત માં પગની તકલીફ વચ્ચે બીમારી માં સતત ડ્યુટી કરનાર 52 વર્ષ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ રામચંદ્ર પવાર ઢળી પડ્યા બાદ તેઓ નું સારવાર દરમ્યાન કરુંણ મોત થઈ ગયું છે.
સુરત ના ડીંડોલી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા 52 વર્ષીય પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રામચંદ્ર પવાર છેલ્લા દોઢ માસ થી ડીંડોલી ના મધુરમ સર્કલ થી સાઈ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા હતા જેઓ છેલ્લા સાત માસ થી પગમાં ખંજવાળ ની અસહ્ય તકલીફ થી પરેશાન હતા અને આ દુઃખ અસહ્ય થઈ પડ્યું હતું અને દવા પણ ચાલુ હતી પરંતુ લોકડાઉન ના કારણે રજા લઈ શક્યા ન હતા તેઓ પરવત ગામ ખાતે ના ચિન્મય રો હાઉસ માં પરિવાર સાથે રહેતા હતા દરમ્યાન ગત તા.9 મી ના રોજ પોતાની ડ્યુટી પૂર્ણ કરી પોતના ઘર સુધી તો પહોંચી ગયા પણ ત્યાંજ ઢળી પડતા તેઓ એ ફેમિલી ડોકટર ને જાણ કરતા ડોક્ટરે કરેલી પ્રાથમિક તપાસ માં અશોકભાઈ બેહોશ જણાતા તેમને સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતા જ્યાં તેઓ કોમા માં સરી પડયા હોવાનું નિદાન થયું હતું ત્યારબાદ સારવાર દરમ્યાન અશોકભાઇ નું કરુણ મોત થતા તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને પોલીસ વર્તુળો માં શોક ની લાગણી પ્રસરી ગઈ છે.
