હાલ ગુજરાતમાં દારૂબંધી નું નાટક ચાલી રહ્યું છે અને કાળા બજાર માં લોકો વધુ પૈસા આપીને દારૂ પીવા મજબૂર બન્યા છે અને દારૂ પીવા છેક દમણ અને દિવ ,ગોવા,આબુ, એમપી સુધી લાંબા થવું પડે છે ત્યારે જો મારી સરકાર આવશે તો ગુજરાત માં માત્ર 100 દિવસ માંજ સારી ઉત્તમ ક્વોલિટી નો દારૂ બનાવવા માં આવશે અને NCPના નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, ગુજરાતમાં દારુબંધી એ એક નાટક છે. ગુજરાતની સાડા છ કરોડ પ્રજામાંથી કદાચ ચાર કરોડ લોકો એવું ઇચ્છતા હશે કે આવી દારુબંધીની ખોટી નીતિ બદલાવી જોઇએ એવું હું માનુ છું. જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. 100 દિવસમાં કાયદો થશે અને કાયદો એવો થશે કે લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઇ કે રાજસ્થાન જવાની જરૂર નહી પડે અને ગુજરાત ની પૂર્વ પટ્ટી માં વસતા ગરીબ ભાઈ બહેનો નું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે મહુડા નો દારૂ બનાવવા ફેકટરીઓ ના લાયસન્સ આપવામાં આવશે અને ગુજરાત માજ પ્રોડક્શન કરશે. મહુડા નો દારૂ દ્રાક્ષ કરતા પણ ઉંચી કવોલિટી નો હોય છે અને તે બ્રાન્ડેડ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેઓ એ આ મુદ્દે સરકાર ને પુનઃ વિચાર કરી દારૂબંધી હઠાવવા જણાવી ચુક્યા છે.
