લોકડાઉન માં ફસાયેલા શ્રમિકો દેશભરમાં આમતેમ ભટકી રહ્યા છે ત્યારે પહેલા રેલવે ભાડું અને હવે બસ ભાડું નક્કી કરી શ્રમિકો ને વતન ભેગા કરવા ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી સક્રિય બન્યા છે ત્યારે આ મુદ્દે રાજ્ય ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેઓની ચકમક ઝર્યા કરે છે.ઉત્તર પ્રદેશમાં શ્રમિકો ને વતન મોકલવા કોંગ્રેસ દ્વારા 1000 બસો ફાળવવા કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ મુકાયો છે ત્યારે આ મુદ્દે રાજકીય ગરમા ગરમી જોવા મળી હતી.
પ્રિયંકા ગાંધી એ ટ્વીટ કર્યું કે આ મહામારી માં રાજકારણ ભૂલી ગરીબો ને મદદ કરવી જોઈએ પણ સરકાર દુનિયાભર ની અડચણ ઉભી કરી રહી છે તે લોકો ઈચ્છે તો અમારા દ્વારા ફાળવવામાં આવેલી બસો ઉપર ભાજપ પોતાના બેનરો લગાવી શકે છે પણ બસો ને રોકે નહિ અને જવા દે.
ઉંચા નાગલા બોર્ડર પર સરકારે અમારી 500 થી બસો ને કલાકો થી રોકી રાખી છે. અને દિલ્હી બોર્ડર પર પણ 300 બસો પહોંચી રહી છે જે બસો ને નિર્ધારિત સ્થળ પર જવા દે.
બીજી તરફ કોંગ્રેસ ની કેટલીક બસ અયોગ્ય અને કેટલાક અન્ય વાહનો માં શ્રમિકો ને લઈ જવાતા હોવાના આરોપ લગાવવા માં આવી રહ્યા છે.
