લોકો પોતાને અપડેટ રાખવા માટે COVID-19 સાથે સંકળાયેલા મેતે ફોન પર આવતાની સાથે જ તેને ખોલીને વાંચવા લાગે છે. જો તમે પણ આવું જ કંઈ કરો છો, તો જણાવી દઈએ કે, CBIએ એક બેકિંગ ટ્રોજન સાથે સબંધિત એલર્ટ જાહેર કર્યું છે. જેને “સેબર્સ” (CERBERUS) નામથી ઓળખવામાં આવે છે.
જણાવી દઈએ કે, આ ખતરનાક સોફ્ટવેર સ્માર્ટફોનને ઈન્ફેક્ટેડ કરવા માટે Covid-19 મેસેજનો ઉપયોગ કરી રહ્યું છે. CBIના જણાવ્યા પ્રમાણે, બેકિંગ ટ્રોજન સેબર્સ કોરોના વાઈરસની આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યું છે. આ સોફ્ટવેર પ્રથમ યુઝરને COVID-19 સબંધિત કન્ટેન્ટનો SMS મોકલે છે અને પછી યુઝર્સના ફોનમાં ઈન્સ્ટોલ થવા માટે યુઝર્સને malicious લિન્ક ડાઉનલોડ કરવાનું કહે છે.
ફોનમાં એક વખત આ બેકિંગ ટ્રોજન આવી જાય, તો ફિશિંગ એટેક કરવાની સાથે-સાથે ફાઈનાન્સિયલ ડેટા જેવા કે, ક્રેડિટ કાર્ડ નંબર પાસવર્ડ સહિત ખૂબ જ અગત્યની અને અંગત જાણકારીની પણ ચોરી થઈ શકે છે. આ ઉપરાંત સેબર્સનો ઉપયોગ ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ડિટેલ્સને પણ કેપ્ચર કરી શકે છે.