ગાંધીનગર – અમારી ફેક્ટરી ચાલુ થઇ ગઇ છે અને હવે અમે ક્યાંય જવાના નથી, કારણ કે અમારી રોજીરોટી પણ ચાલુ થઇ છે. – આવા શબ્દો શ્રમિકોએ ઉચ્ચાર્યા છે. મોરબીની પેપર મીલમાં કામ કરતાં શ્રમિકોએ કહ્યું કે અમે અમારા માલિકોને વફાદાર છીએ અમને અમારા વતનમાં જવું નથી.
ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં કામ કરતાં શ્રમિકો પોતાના વતન જવા માટે પડાપડી કરતાં હોય છે. વાહન ન મળે તો ચાલતા ચાલતા પોતાના વતન પહોંચી જાય છે ત્યારે મોરબીની આ ફેક્ટરીમાં કામ કરતાં શ્રમિકોનો માલિકોને અલગ જ અનુભવ શરૂ થયો છે. જો કે આ ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવી છે.
મોરબીમાં જે શ્રમિકોને નોકરી મળી છે તેઓ વતન જવાની જીદ પકડતા નથી, એનો મતલબ એવો થયો કે જે શ્રમિકો પરિવાર સાથે પોતાના વતન જવા નિકળી પડ્યાં છે તેમની નોકરી ગઇ છે અથવા તો તેમને પગાર મળ્યો નથી.
ઉતરપ્રદેશના રહીશ અને હાલ મોરબીની એક પેપર મીલમાં કામ કરતાં શ્રીકાંતસિંહ યાદવ જણાવે છે કે, મોરબીની પેપરમીલમાં હું છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. લોકડાઉન દરમિયાન કંપનીના માલીકે અમારી જમવાની વ્યવસ્થા કરી અમારી સંભાળ રાખી છે.
સરકારે જ્યારથી ઉદ્યોગ ચાલુ કરવાની છુટ આપી છે ત્યારથી સરકારની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસટન્સ અને માસ્કની સુચનાઓનું પાલન કરી અમારી ફેકટરી ચાલુ કરવામાં આવી છે. અમને રોજગારી મળી રહેતી હોવાથી અમને અમારા વતન જવાની હાલમાં જરૂર જણાતી નથી. અમે અમારી ફેકટરીમાં ખુશ છીએ અને અમારે કોઇપણ જાતની તકલીફ નથી.
મોરબીના શ્રમિકોની વ્યવસ્થા અંગે પેપરમીલ એસોસીએશનના પ્રમુખ કિરીટભાઇ ફુલતરીયા જણાવે છે કે, પહેલુ લોકડાઉન જાહેર કર્યું ત્યારથી આજ સુધી મોરબીના તમામ કામદારો સુરક્ષિત છે. શ્રમિકો માટે ખાવા-પીવાથી માંડીને તમામ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવી છે.
એટલું જ નહીં, સરકારે જ્યારથી ઉદ્યોગ શરૂ કરવાની છૂટ આપી ત્યારથી સરકારની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસટન્સ અને માસ્કની સુચનાઓનું પાલન કરીએ છીએ. લોકડાઉન દરમિયાન અમારા સ્ટાફને કોઇ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે સ્વાસ્થ્યને લગતી દરેક સુવિધાઓ અમે પુરી પાડી છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.