શંકરસિંહ વાઘેલા એ ખુલ્લામખુલા કહી દીધું કે ગુજરાતમાં દારૂબંધી ના વર્ષોથી નાટક થાય છે આના કરતાં છૂટ સારી અને પોતાની સરકાર આવશે તો 100 દિવસ માં જ દારૂબંધી હઠાવી દઈશ જોકે તેઓના આ નિવેદન ના મિશ્ર પ્રત્યાઘાતો રહ્યા હતા પરંતુ હવે ઉત્તર ગુજરાત ના જાણીતા કોંગી અગ્રણી જગદીશ ઠાકોર આગળ આવ્યા છે અને એક ચેનલ ના પત્રકારે દારૂબંધી મામલે તેઓને પૂછેલા પ્રશ્ન માં જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાત માં બધેજ જોઈએ તેટલો દારૂ મળે છે અને હવે તો વળી મોબાઈલ સર્વિસ થી માંગો તે બ્રાન્ડ માત્ર પાંચ -દશ મિનિટ માજ ગ્રાહક ના ઘર સુધી પહોંચી જાય છે,ગુજરાત માં એક વ્યવસ્થિત રીતે બુટલેગરો નું ગોઠવાયેલું નેટવર્ક છે અને હવે તો કન્ટેનર માં પણ દારૂ આવે છે અને દરેક જિલ્લા મથકો માં સપ્લાય થાય છે તેઓ એ આક્ષેપ કર્યો કે સરકાર ના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ ધંધામાં મોટી રકમ કમાઈ રહ્યા છે,એટલુંજ નહિ રાજ્ય ના પાટનગર ગાંધીનગર ખાતે મંત્રી નિવાસસ્થાન થી માત્ર એકજ કિલોમીટર ના અંતરે દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે આ બધું કોઈથી છૂપું નથી આના ઉપર થી સહેજેય અંદાજ લગાવી શકાય છે કે ગુજરાતમાં દારૂબંધી ની શુ સ્થિતિ છે. આમ ગુજરાતમાં દારૂબંધી નો કોઈ અમલ થતો નહિ હોવાથી બે નંબર માં દારૂના વધુ ભાવ લઈ દારૂ બિન્દાસ વેચાતો હોવાનું સપાટી ઉપર આવતા હવે દારૂબંધી વાળો મામલો ગરમાયો છે.
