મુખ્યમંત્રી રૂપાણી એ હમણાં હું પણ ‘કોરોના વોરિયર’ વાળું અભિયાન લાવ્યા છે પણ ‘દિવા નીચે અંધારું’ એ ન્યાયે વલસાડ માં કોરોના જેવી મહામારી માં લોકડાઉન નો અમલ જો સામાન્ય નાગરિક ન કરે તો ક્યારે ‘ધોકા’ ખાવાથી માંડી ઉઠકબેઠક કે વાહન લઈ લેવા જેવા અને ઉચા દંડ ભરવા જેવી અનેક યાતનાઓ ભોગવવી પડે પણ જો સરકારી બાબુ લોકડાઉન તોડે તો તેમને કઈ નહિ અને ઉંચી ખુરશી ઉપર બિરાજમાન સાહેબો પણ મામલો થાળે પાડે તેવો ઘાટ વલસાડ માં સર્જાયો હોવાની વાતો વલસાડ માં ભારે ચર્ચા નો વિષય બની છે. કોરોના ની સ્થિતિમાં વલસાડ જીલ્લો પણ બાકાત નથી ત્યારે ગુજરાત ના અન્ય હિસ્સા ની જેમ અહીં પણ નિયમો મુજબ લોકડાઉન યથાવત છે ત્યારે સામાન્ય નાગરિકો ની સલામતી માટે ભીડ ન થાય તે માટે તિથિલબીચ પણ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે પરિણામે સવાર માં અહીં ચાલવા માટે આવતા લોકો પણ બંધ થઈ ગયા છે તેવે સમયે એક એવી ઘટના બની કે જે આખા વલસાડ માં ભારે ચર્ચા ના ચગડોળે ચડી છે.
ચાલતી ચર્ચા મુજબ અહીં તિથિલબીચ ઉપર એક અધિકારી રોજ સવારે લોકડાઉન ની પરવા કર્યા વગર ટહેલવા માટે આવતા હતા. આ વાત ગામ ના સરપંચ ના ધ્યાને આવતા તેઓ એ નિયમ મુજબ આ અધિકારી સાહેબ ને ટપારવા ની હિંમત કરી હતી અને સરપંચે જણાવ્યું કે ગામલોકો ને પણ અહીં આવવાની છૂટ નથી ત્યારે સાહેબ તમે અહીં જેમ ફરો છો ની દલીલ કરી સવાલ કરતા સાહેબ પણ ગરમ થઇ ગયા હતા અને બન્ને વચ્ચે ચકમક ઝરતા મામલો આગળ વધતા આ વાત વધુ આગળ વધે તે પહેલા ઉચ્ચ અધિકારીઓ એ માંડ કરીને મામલો થાળે પડ્યો હતો. આ ઘટના એ વલસાડ પંથક માં ભારે ચર્ચા જગાવી હતી.
