અમદાવાદ ના પાલડી વિસ્તાર માં ગરીબો ને કીટ આપવાના બહાના હેઠળ વાન માં ડંડા , પાઇપ વગરે ભરીને આવેલા સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટ ના માથાભારે માણસો એ પાલડી પીટી ઠક્કર કોલેજ રોડ ઉપર આવેલ સ્કાઉટ ભવન ની બાજુમાં સત્યડે ના પ્રતિનિધિ આગમ શાહ ઉપર હુમલો કરી દીધો હતો અને જોરજોર થી બૂમ બરાડા પાડીને આ એરિયા માં ગુંડાઓ ની જેમ વિલન જેવી એન્ટ્રી પાડવાની કોશિશ કરતા અહીં વસતા ગરીબ લોકો હેબતાઈ ગયા હતા અને સ્થાનિક લોકો એ પત્રકાર આગમ શાહ નો પક્ષ લઈ પોલીસ મથક પહોંચતા અહીં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
હાલ કોરોના માં સેવા ના નામ હેઠળ મેયર શ્રીમતી બીજલ પટેલના મત વિસ્તાર ગણાતા આ વિસ્તાર માં સેવા ના નામે દેખાડો કરી રહેલી સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટ ના માણસો અહીં કીટ આપવા આવ્યા હતા ત્યારે અહીં વસતા સામસામે ના ઝુંપડા માં ગરીબો પૈકી કેટલાક ને કીટ અપાતી હતી અને કેટલાક ને ટોકન છે એવો સવાલ કરાતો હતો અને બરાબર આજ સમયે બાજુમાં એક બંગલા માં રહેતા સુખી પરિવાર ને કોઈ ટોકન કે આનાકાની વગર જ કીટ અપાતા પત્રકારે સવાલ કરી આ ગરીબો ને વધુ જરૂર છે તેને આપો તો સારું .. બસ એટલું કહેતાજ કોઈ દુઃખતી નશ ઉપર પગ મુકાઈ ગયો હોય તેમ સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટ નો માણસ ગુસ્સે થઈ ગયો હતો અને દાદાગીરી ઉપર ઉતરી આવ્યો હતો એટલું જ નહીં પણ ‘તું પત્રકાર હોયતો તારા ઘરનો’ તેમ કહી જોરથી બરાડા પાડવા માંડ્યો હતો અને તેના સાથીઓ ને બોલાવતા તેઓ વાન માં છુપાવેલા ડંડા અને લોખંડ ના પાઇપ જેવા હથીયારો લઈ આગમ શાહ ઉપર હુમલો કર્યો હતો જોકે વાત ના સાક્ષી રહેલા ગરીબ પરિવારો એ આગમ શાહ નો પક્ષ લેતા કહેવાતી સેવા કરી નામ કરવા નીકળેલા માથાભારે તત્વો ઠેકાણે પડ્યા હતા અને પાલડી પોલીસ ને જાણ કરાતાજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને તમામ ને પોલીસ મથકે ઉચકી જવાયા હતા જ્યાં અહીંના સ્થાનિક આગેવાનો પણ પહોંચતા મામલો થાળે પડ્યો હતો અને ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ સેવાભાવીઓ આ રીતે ન નીકળે અને વાન માં હથિયાર ન રાખે તેમજ પ્રેસ ને ટાર્ગેટ ન કરે કારણ કે સેવાભાવી શાંત કાર્યકરો હોય પણ આ કિસ્સા માં કંઈક રહસ્યમય જણાયું હતું, પરિણામે આ સેવા ભારે ચર્ચા નો વિષય બની હતી અને લોકો માં પણ આ પ્રકરણ ભારે ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે પોલીસ દ્વારા આ પોઇન્ટ ઉપર ઇન્વેસ્ટિગેશન કરે તે જરૂરી છે અન્યથા ક્રાઈમ ની કોઈ ઘટના બની શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ ઘટના ને મીડિયા કર્મીઓ એ વખોડી કાઢી હતી.
