કોરોના નું સંકટ ચાલુ છે અને દેશ ની વાત કરવામાં આવે તો માત્ર એકજ દિવસ માં 6,568 કોરોના પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે,દેશ માં અત્યાર સુધી 1,24,794 લોકો ચેપગ્રસ બન્યા છે અને 3,726 લોકો ના મોત થઈ ચૂક્યા છે.
ગુજરાત ના અમદાવાદ ની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મોત નીપજ્યા છે. મૃતકોમાં 21 વર્ષની એક સગર્ભા યુવતીનો પણ સમાવેશ થાય છે. 17 પુરૂષ અને 9 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકોમાં સૌથી વધુ 5 દર્દીઓના મૃત્યુ ગોમતીપુર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે દાણીલીમડા અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં 3 -3 દર્દીઓના મોત નીપજ્યાં છે.
26માંથી મોત કોરોનાને કારણે થયા
આ ઉપરાંત વટવા, સૈજપુર બોઘા, ઇસનપુર, બહેરામપુરા, નવરંગપુરા, સરસપુર-રખિયાલ, શાહપુર, ચાંદખેડા, અસારવા, મણિનગર, દરિયાપુર, વિરાટનગર, અમરાઇવાડી, ઇન્ડિયાકોલોની અને સ્ટેડિયમ વોર્ડમાં 1 -1 દર્દીના મોત થયા છે. 26માં 7 વ્યક્તિ 50 વર્ષ કે તેથી નીચેની ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 26માંથી 10નાં મોત માત્ર કોરોના વાઈરસના કારણે તેમજ 16ને કોરોના ઉપરાંત મલ્ટિપલ બીમારી હતી. શહેરમાં માત્ર એક દિવસ માટે કેસનો આંકડો 250થી નીચે ગયો હતો.
મધ્ય ઝોનમાં સૌથી વધુ 2646 કેસ, 267 મોત
હોટસ્પોટ ગણાતા મધ્ય ઝોનમાં અત્યાર સુધી સૌધી વથુ 2646 કેસ નોંધાયા છે. ત્યારબાદ દક્ષિણ ઝોનમાં 2087, ઉત્તર ઝોનમાં 1298, પૂર્વ ઝોનમાં 966, પશ્ચિમ ઝોનમાં 943, ઉ. પશ્ચિમ ઝોનમાં 298, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 359 કેસ નોંધાય છે. જ્યારે સૌથી વધુ 267 મૃત્યુ મધ્ય ઝોનમાં નોંધાયા છે. ત્યાર પછી દક્ષિણ ઝોનમાં 128 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર ઝોનમાં 74, પૂર્વમાં 73 અને પશ્ચિમ ઝોનમાં 47 જ્યારે દ. પશ્ચિમમાં 15 અને ઉ. પશ્ચિમમાં 8 દર્દીના મૃત્યુ થયા છે.
આમ છૂટછાટ વચ્ચે કોરોના આગળ વધી રહ્યો છે.
