અમદાવાદ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે,અને સિવિલ માં મરનાર કોરોના ના દર્દીઓ ના દાગીના સહિત કિંમતી વસ્તુઓ ની ચોરીની ફરિયાદો કેટલાય સમય થી ઉઠી રહી હતી.ત્યારે લાશો ઉપર થી દાગીના ની ચોરી કરનાર બે ઈસમી ની પોલીસે ધરપકડ કરી છે.
અમદાવાદ માં 1200 બેડ ની કોવિડ 19 હોસ્પિટલમાં મરનાર કોરોના ના દર્દીઓ ના દાગીના ચોરનાર બે ઈસમો ની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા ઈસમો માં અમિત શર્મા અને રાજ પટેલ નો સમાવેશ થાય છે આ બન્ને ઈસમો સેનેટરાઈઝ કરવાના બહાના હેઠળ પીપીઈ કીટ પહેરી કોવિડ હોસ્પિટલમાં માં ઘૂસીને શબો ઉપર થી સોના ના દાગીના અને સ્ટાઈલિશ વસ્તુઓ ની ચોરી કરી લેતા હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. પોલીસે અત્યાર સુધી માં કેટલી લાશ પરથી દાગીના અને અન્ય વસ્તુઓ તડફાવી તેની તપાસ કરી રહી છે.
