અમદાવાદ માં કોરોના ની સ્થિતિ માં લોકો નું રક્ષણ કરી રહેલા વધુ એક પોલીસકર્મી નું મોત થતા પોલીસ કર્મચારીઓ નો મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.
અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ મથક માં ફરજ બજાવતા ASI ગિરીશ બારોટ નું કોરોના ને કારણે સારવાર દરમ્યાન કરુંણ મોત થયું હતું. છેલ્લા ચાર દિવસ પહેલા ગિરીશ ભાઈ નો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો જેથી તેઓ ને તાત્કાલિક અમદાવાદ ની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું કોરોના ને કારણે કરુંણ મોત થઈ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ના આજ કૃષ્ણનગર પોલીસ મથક માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત ભાઈ નું પણ કોરોના થી મોત થયું હતું અને હવે આજ પોલીસ મથક માં ફરજ બજાવતા એએસઆઈ ગિરીશ બારોટ નું મોત થતાં સાથી પોલીસ કર્મી ઓ માં શોક ની લાગણી સાથે દહેશત ની લાગણી જન્મી છે.
