રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કરતા જ યુનિટો બંધ હોવા છતાં જે-તે માલિકોને કર્મચારીઓને પગાર ચૂકવવાનો હુકમ કર્યો છે પરંતુ કોર્પોરેશનનાં AMTS ડિપાર્ટમેન્ટે જ હજુ સુધી કોન્ટ્રાક્ટ કંડક્ટરોનો 2 મહિનાનો પગાર ના કરતાં હાલ 1000 પરિવારોને ગુજરાન ચલાવવાનાં ફાંફા પડી રહ્યાં છે. ત્યારે બીજી તરફ AMTSમાં આઉટ સોર્સનાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર અને કંડક્ટરોનાં પગાર ખાનગી કોન્ટ્રાક્ટરે ચૂકવી દીધાં છે.
આ અંગે AMTSનાં ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, હાલ કોન્ટ્રાક્ટ કંડક્ટરોનાં પગારની પ્રોસેસ ચાલી રહી છે. 2 દિવસમાં જ તેમનો પગાર થઈ જાય તેમ છે. હું મારા મોટાભાઈનું નિધન થતાં ઓફીસ જઈ શક્યો નથી પણ પહેલી પ્રાયોરિટી કોન્ટ્રાક્ટ કંડક્ટરોનાં પગારનાં કામને આપવામાં આવશે.