ગુજરાતમાં કોરોના ની સ્થિતિ અને લોકડાઉન દરમિયાન ઘરમાં જ ભરાઈ રહેલા ભાજપના નેતાઓ છુટછાટ આપ્યા બાદ પણ જનતા વચ્ચે ન જતા હવે બહાર નીકળીને પ્રજાની વચ્ચે જઈને તેમની સમસ્યા અને મૂંઝવણો દૂર કરવા અને કોરોના યોદ્ધા તરીકે કામે લાગી જવા નો આદેશ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ ફરમાન થી લોકો માં કોમેન્ટ ઉઠી રહી હતી કે સલાહ આપવા કરતા કઈક વાસ્તવિક દેખાય તેવી મદદ કરો તો સારું કારણ કે બધી જાહેરાતો ટીવી માં થઇ છે પણ લોકો ના હાથમાં હજુ સુધી કઈ આવ્યું નથી.અને હવે લોકડાઉન હળવું થતા ઉઘરાણી ચાલુ થઈ ગઈ છે ત્યારે સરકાર સિરિયસ બની લોકો ને વીજબીલ,ભાડા,સ્કૂલ ફી વગેરે મામલે કોઇ ચોખવટ કરે તેવી માંગ ઉઠી છે.
મુખ્યમંત્રીએ ભાજપના
કોરોના વોરિયર અભિયાનમાં ભાજપ સરકારના તમામ ધારાસભ્યો સાંસદો અને ભાજપ સંગઠનના આગેવાનોને મેદાનમાં ઉતારવા માટે મુખ્યમંત્રીએ હાકલ કરવી પડી હતી. તાજેતરમાં જ વીડિયો કોન્ફરન્સથી તમામ ધારાસભ્યો સાંસદો અને જિલ્લા પ્રમુખોને જન જાગૃતિ અભિયાનમાં જોડાવવા અને નાગરિકોને માહિતગાર કરવા અપીલ કરી છે.જીતશે ગુજરાત હારશે કોરોનાના વિજય મંત્ર સાથે રાજ્યના પ્રત્યેક નાગરિકની માહિતગાર કરવા માટે ભાજપના તમામ ધારાસભ્યો સાંસદો અને પક્ષના તમામ પદાધિકારીઓ કોરોના સામેની લડાઈમાં યોદ્ધા તરીકે જોડાય તે માટે મુખ્યમંત્રીએ હાકલ કરી હતી.
ભાજપના નેતાઓ નાગરિકો વચ્ચે જઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરશે
કોન્ફરન્સથી ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને આગેવાનોને કોરોના સંક્રમણ સાથે સીધા યુદ્ધનો પ્રારંભ કરાવી ભાજપના ધારાસભ્યો સાંસદો અને જિલ્લાના પદાધિકારીઓ તેમના મતક્ષેત્રમાં પૂર્ણ સંક્રમિત કેસો અંગે નાગરિકોને માહિતગાર કરવાની સૂચના આપવામાં આવી હતી.જેથી રાજ્ય સરકારના આ નવતર અભિગમથી જનપ્રતિનિધિઓ તેમના મત ક્ષેત્રમાં કોરોનાવાયરસ નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા અને જાહેરમાં નહીં થૂંકવા સહિત સ્વચ્છતા અંગેની જાણકારી નાગરિકો વચ્ચે જઈને આપશે. જોકે આવા દેખાવ કરવા કરતાં કઈક વાસ્તવિક રીતે મદદ કરે તે જરૂરી છે સલાહ અને શિખામણ નો કોઈ મતલબ દેખાતો નથી ઉલ્ટા ની જનતા સલાહ આપવા આવનાર નેતાઓ ને પોતાની મુસીબતો દૂર કરવા સામુહિક રજૂઆતો સાંભળવી પડે તેવો હાલ માહોલ છે.
