અમદાવાદ માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે ન્યૂ મણિનગરના રિવેરા કર્ણાવતી એપાર્ટમેન્ટના 10 માળેથી કૂદીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. બનાવ અંગે રામોલ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો.
મૃતક સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં શેફાલી ક્રિશ્ચન ન્યૂ મણિનગરના રિવેરા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને પોતાની માતાને મળવા માટે સોમવારે અહીં આવી હતી, ત્યારબાદ માતા સાથે વાતચીત દરમિયાન ઝઘડો થયો હતો, જેમાં માતાએ શૈફાલીને ઠપકો આપ્યો હતો. દરમિયાન અચાનક શેફાલી રિવેરા કર્ણાવતી એપાર્ટમેન્ટના 10 માળે થી કૂદકો લગાવી દીધો હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યુ છે મરનાર શેફાલી ખુબજ એગ્રેસીવ સ્વભાવ ની હોઈ વાત વાત માં ગુસ્સે થઈ જતી હોવાનું લોકો માં ચર્ચાતું હતું.
બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
