રાત્રીના અઢી વાગ્યા હતા અને વલસાડ નજીક જાહેર માર્ગ ઉપર એક યુવતી મોઢે દુપટ્ટો બાંધી સડસડાટ પસાર થતી જોઈ પેટ્રોલિંગ માં નીકળેલી પોલીસ પણ બેઘડી જોતી જ રહી જાય છે કે યુવતી પણ ગજબ ની છે આટલી મોડી રાત્રે ડર નહિ લાગતો હોય તેવા વિચારો સાથે રાજ્ય માં સાંજ ના 7 થી સવાર ના 7 વાગ્યા સુધી હાલ કરફ્યૂ હોઈ યુવતી ને ઉભી રાખી કારણ પૂછતાં જ યુવતી નો બદલાયેલો અવાજ જોઈ પોલીસ ચોકી ઉઠી હતી અને યુવતી નો મીઠો ઘંટડી જેવા અવાજ ની જગ્યાએ કર્કશ પુરુસ નો અવાજ નીકળતા જ આખી ઘટના લવસ્ટોરી ની હોવાનું ખુલ્યું હતું.
બે યુવા દિલો ની જ્યારે વિરહ ની વેદના અસહ્ય બને ત્યારે બે પાત્રો એકબીજા ને મળવા કેવા કેવા અખતરા કરે તે જોઈ તેઓ ની મનોદશા નો સહેજેય ખ્યાલ આવી જાય વલસાડ પંથકમાં આવોજ એક બનાવ ભારે ચર્ચા માં છે.
પારડી મોતીવાડા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય જૈનીશ ને ( નામ બદલ્યું છે.) પારડી પરિયા રોડ ભેંસલાપાડા રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, અને ટાઈમ મળતા બન્ને ભેગા થતા વાતો કરતા પણ લોકડાઉનના કારણે બંને ઘણા સમયથી એકબીજાને મળી ન શકતા અધીરા બેનલા જૈનીશે વિરહ સહન ન થતાં પ્રેમિકાએ કોઈ પણ ભોગે મળવાનું નક્કી કરી નાખ્યું હતું પણ પ્રેમિકા ના ઘરે તેના પરિવારજનો અને બહાર પોલીસ નો પ્રોબ્લેમ હતો જેથી યુવતીના પરિવાર જનો અને રસ્તામાં પોલીસ હેરાન ન કરે તે માટે જૈનીશે યુવતી જેવો દેખાવ ઉભો કરવા પંજાબી ડ્રેસ અને મોઢા પર ઓઢણી બાંધી મેસ્ટ્રો મોપેડ લઈ નીકળી પડ્યો હતો પરંતુ ગત રાત્રીના અઢી વાગ્યાના આસપાસ નીકલતા તે ભેરવાયો હતોઅને એ પ્રેમિકાને મળે એ પહેલા પોલીસ નો ભેટો થઈ ગયો હતો, કેમકે રાત્રીના સમયે એક યુવતી એકલી રોડ ઉપર કેમ નીકળી હશે તેવી શંકા જતા પેટ્રોલીંગમાં નીકળેલી પારડી પોલીસે તેને ઉભી રાખી પૂછપરછ કરતાં જવાબ આપવામાં પુરુસ નો અવાજ આવતા યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. પારડી પોલીસની પૂછપરછમાં યુવકે તેની પ્રેમિકાને મળવા લેડીઝ ડ્રેસ પહેર્યો હોવાનું જણાવ્યુ હતું.
આ ઘટના એ અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી હતી.
