ચાઈના એ ભારત ના લદ્દાખમાં નિયંત્રણ રેખા ઉપર સૈન્ય વધારી ને યુદ્ધ નો માહોલ ઉભો કરી દબાણ વધારી રહ્યું છે અને બીજી તરફ ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાને પગલે ચીને હવે યુદ્ધ ની સ્થિતિ અને કોરોના ને લઈ ભારતમાં રહેતા પોતાના તમામ નાગરિકોને પરત ચીન માં આવી જવા જણાવી તે માટે ની ગતિવિધિ શરૂ કરી છે.
ભારતસ્થિત ચીનના દૂતાવાસે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ સહિત પોતાના નાગરિકોને સ્વદેશ પરત ફરવા માટે નોટિસ આપીને 27 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવી દીધું છે. નોંધનીય છે કે હાલ ભારતમાં ચીનના અંદાજે 1.4 લાખ નાગરિકો રહે છે. બીજી તરફ નવાઈ ની વાત એ છે કે ભારતે ચીનમાં રહેતા ભારતીયોને પરત લાવવા માટે હજુ સુધી કોઈ પગલાં ભર્યા નથી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશથી ભારતીયોને લાવવા માટે 10 જૂન સુધીનો કાર્યક્રમ જાહેર થયેલો છે. જેમાં હાલ ચીન માટે કોઈ ઉડાન પણ નથી.
ચાઇના એ સરહદ ઉપર લશ્કરી હિલચાલ વધારતાભારતીય સેનાએ હિમાચલ તથા ઉત્તરાખંડમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. લદ્દાખમાં 800 કિમીની વિવાદિત સીમાએ 5 સેક્ટરોમાં અવારનવાર બંને દેશો વચ્ચે મુઠભેડ થતી રહે છે.
લદ્દાખમાં સીમાના અંતિમ ગામ શ્યોકથી કારાકોરમ ખીણ સુધીના ભારતના 255 કિમી રોડને લઈને ચીન નારાજ થયું છે. ભારતની ગતિવિધિઓને પગલે ચીને પોતાના સૈનિકોમાં 5 હજારનો વધારો કર્યો છે. આ તરફ વાસ્તવિક અંકુશ રેખા પર તનાવ ઘટાડવા માટે યોજાયેલી બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક અનિર્ણીત રહતા હવે પછી ની સ્થિતિ માં ભારતે સાવધાન રહેવું જોઇએ કેમકે કોરોના ના બહાના હેઠળ હવે ચાઈના પોતાના નાગરિકો ને ભારત માંથી સ્વદેશ પરત ફરવા જણાવી દીધું છે.
