ભાવિકો માટે અસ્થાનું પ્રતીક ગણાતા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી નામે જાણીતા બનેલા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, તેઓ એ દેહત્યાગ કરતા ભાવિકો માં શોકની લાગણી જન્મી છે.
ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. . થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતે ચેકીંગ માટે ગયા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજી દેવલોક થયા છે તેવા મેસેજ અગાઉ વાઇરલ થયા હતા. પરંતુ મંગળવાર રાત્રે 2 વાગે સાચેજ તેમને દેહ ત્યાગ કર્યો હતો.
છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભક્તિ કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો આ ચુંદડીવાળા માતાજી નું મહાત્મય એટલું બધું રહ્યું છે કે લોકો દૂર-દૂરથી આવે છે. સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડી એજ માતાજી નો પહેરવેશ હતો.
માતાજીનું મૂળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજી ની સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત હતા તેનું કારણ આ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી ખાધું કે નથી પીધું ન હતું છતાં જીવતા હતા તે હતું , તેનું રહસ્ય જાણવા પ્રયોગ પણ થયા હતા પણ કોઈ આ રહસ્ય જાણી શક્યું ન હતું , ચુંદડી વાળા માતાજી સન્યાસી રૂપ માં હતા અને ભક્તો ને આર્શીવાદ આપતા હતા.
માતાજી ના નશ્વર દેહ ને 28 મી ના રોજ અંબાજી ખાતે સમાધિ એ આપવામાં આવશે.
