અમદાવાદમાં આજથી 15 દિવસ માટે મેંગો ફેસ્ટિવલ નું આયોજન કરાયું છે અને સવારે 8 વાગ્યે તેનું આજે ઉદ્ઘાટન હતું પરંતુ જેમના હાથે ઉદ્ઘાટન કરવાનું હતું તે મેયર બીજલ પટેલ છેક 10 વાગ્યે આવતા લોકોએ ઉદઘાટન પહેલા જ લોકોએ કેરી ખરીદી કરવાનું શરૂ કરી દેતા ઉદઘાટન નો ફિયાસ્કો થયો હતો અને ઉપસ્થિતો માં હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઈ હતી
હાલ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદીઓ કેરી વગર ના રહી જાય માટે મેંગો ફેસ્ટિવલ નું આયોજન કર્યું હોવાનું મેયરે જણાવ્યું હતું.
બીજી તરફ મીડિયાને ટાર્ગેટ અને નહેરાની બદલી કરવા મામલે મેયર ચૂપ થઈ ગયા હતા.
વિજય નહેરાના બદલી મામલે પ્રેસ ને બદલે માત્ર ટ્વિટ કરી અપાયેલી માહિતી મામલે જ્યારે મીડિયાએ મેયર બીજલ પટેલને સવાલ પૂછતાં મેયર અકળાઈ અને હું માત્ર મેંગો ફેસ્ટિવલના ઉદઘાટનમાં આવી છું એના જ સવાલનો જવાબ આપીશ. કોરોના મામલે કોઈ સવાલ હોય તો કહો બાકી સવાલના જવાબ હું નહીં આપું કહી રવાના થઈ ગયા હતા. આ જોતા સ્પષ્ટ જણાય છે કે ભાજપના નેતાઓ અને IT CELL મીડિયા અને નહેરાની બદલી મામલે બેકફૂટ પર આવી ગયા છે અને જવાબ આપવાથી ભાગી રહ્યા છે આમ મેયર બીજલ પટેલ ફરી એકવાર મીડિયા માં ભેરવાઈ પડ્યા હતા.
