વલસાડ માં કોરોના ના આંકડાઓ મામલે ચર્ચાઓ ઉભી થઇ છે અને અહીં પણ અન્ય શહેરો ની જેમ ઓછા આંકડા જાહેર કરાતા હોવાના આક્ષેપ ઉઠ્યા છે, આરોપ લાગી રહ્યા છે કે આરોગ્ય વિભાગ દ્વારા આંકડામા કઈક ગરબડ કરવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ હોવા છતાં આરોગ્ય વિભાગ પ્રેસનોટમાં આંક઼ડા જાહેર કરતું નથી. પ્રેસનોટમાં 24 અને 25 મેના આંકડા 27 મેએ જાહેર કર્યાનો આરોપ આરોગ્યવિભાગ પર લાગ્યા છે. કુલ 10 પોઝિટિવ દર્દીમાંથી માત્ર 4 દર્દીઓ ચોપડે દર્શાવ્યા છે. એક દર્દીની માહિતી આજે જાહેર કર્યાનો આરોપ લાગ્યો છે. હજુ પણ 5 દર્દીની માહિતી છુપાવ્યાનો તંત્ર પર આરોપ લાગતા સવાલો ઉઠી રહ્યા છે.
રાજ્યમાં એકબાજુ કપરી સ્થિતિ છે, ત્યારે જાણે આરોગ્ય વિભાગના પેટનું પાણી હલતું નથી તેમ 6 કેસની માહિતી આરોગ્ય વિભાગ છુપાવી રહ્યું છે. 25 તારીખે 10 જેટલા કેસ વલસાડમાં પોઝિટિવ આવ્યા હોવા છતાં આરોગ્ય વિભાગે આંકડા માં ગરબડી કરી હોવાની શંકાઓ ઉઠી છે ત્યારે શામાટે બધેજ આ પ્રકારની ફરિયાદો ઉઠી છે તે સમજાતું નથી .
