ગ્રાહકોની સુવિધા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે સમગ્ર દેશમાં વ્હોટ્સએપ મારફતે રાંધણ ગેસ બુકિંગ કરવાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની આ બીજી સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપનીના 7.10 કરોડ ગ્રાહકો છે.
કંપનીએ જણાવ્યું કે, વ્હોટ્સએપ પર આ બુકિંગ BPCL સ્માર્ટલાઈન નંબર-1800224344 પર ગ્રાહકના કંપની પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ થઈ શકશે. વ્હોટ્સએપ મારફતે LPG બુકિંહ કરવાની આ જોગવાઈથી ગ્રાહતોને સરળતા રહેશે. વ્હોટ્સએપ હવે મોટાભાગના લોકો માટે સમાન્ય થઈ ગયું છે, પછી તે યુવાન હોય કે વૃદ્ધ તમામ લોકો તેનો ઉપયોગ કરે છે અને આ નવી શરૂઆત થકી અમે અમારા ગ્રાહકોની વધુ નજીક પહોંચીશું.
BPCLએ જણાવ્યું કે, અમારા LPGના દેશભરમાં આવેલા સેંકડો ગ્રાહકો ક્યાંયથી પણ વ્હોટ્સએપ મારફતે રાંધણ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે. કંપનીએ જણાવ્યું કે, તેણે સિલિન્ડર બુકિંગ માટે એક નવું વ્હોટ્સએપ બિઝનેસ ચેનલની શરૂઆત કરી છે.