આતંકવાદીઓ એ ઉપાડો લીધો છે અને જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે.
વિગતો મુજબ પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે કેટલાક શંકાસ્પદ ઈસમો એક કાર લઈ જઈ રહ્યા છે અને તે કાર માં વિફોટાક સામગ્રી ભરેલી છે અને કાર દ્વારા ચોક્કસ લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવનાર છે. તેથી સેનાએ કેટલાક રસ્તાઓ તુરંત સીલ કરી દીધા હતા અને વોચ ગોઠવતા બાતમી મુજબની એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને કાર ચાલક અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો જવાનો એ વિસ્ફોટક ભરેલી કાર કબજે કરી લીધી હતી અને તપાસ હાથ ધરી છે જોકે, પુલાવા જેવા બીજા મોટા હુમલા ને આતંકવાદીઓ અંજામ આપે તે પહેલાં જવાનો એ તેઓની ચાલ નિષ્ફળ બનાવી હતી.
