વાવાઝોડાની અસર હેઠળ નવસારી જિલ્લા માં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અને દરિયાકાંઠે તથા કાંઠાની નજીક આવેલા 39 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. સવારથી દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓની આવન જાવન શરૂ રહી છે અને જે સાંજે પણ જારી રહી હતી. કાંઠાના ગામોમાં લોકોને સ્થળાંતર કરાવવા એસ ટી બસો મોકલવામાં આવી હતી તો ઘણા લોકો ખાનગી વાહનોમાં પણ સ્થળાંતર કર્યું હતું. સ્થળાંતર સ્થળ નક્કી કરાયા હતા તે સ્થળે તથા ઘણા લોકોએ તો અન્યત્ર રહેતા પોતાના સગાસબંધીને ત્યાં પણ સ્થળાંતર કરી ગયા છે.
માછીવાડના ઘણા લોકોને ખાભલા આઈટીઆઈ સ્થળાંતર કરાવાયું હતું. જલાલપોર તાલુકાના 10 ગામોના લોકોને તથા ગણદેવી તાલુકાના 3 ગામો મળી જિલ્લાના કુલ 13 કાંઠાના ગામોના લોકોને સ્થળાંતર કરાવાયું છે હાલ માં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં તંત્ર એલર્ટ છે અને NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે.
